Western Times News

Gujarati News

આપ ગુજરાતમાં રસ્તો બનાવી રહી છે તેને રોકવો પડશેઃ અમિત શાહ

The riots in Gujarat have always been viewed through political lens

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન શિબિર પૂર્ણ થઈ ગઈ છે. અહેવાલ છે કે આ બે દિવસોમાં ભાજપે રાજ્યમાં આમ આદમી પાર્ટીને વધતી અટકાવવા આદિવાસી બેઠકો પર ચર્ચા કરી હતી. એ પણ જણાવવામાં આવ્યું કે આ વખતે પાર્ટી ૨૦૧૭માં ગુમાવેલી સીટો પર વધુ ફોકસ કરી શકે છે.

રાજ્યમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાઈ શકે છે.સોમવારે પૂર્ણ થયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા હતા.

પક્ષના સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન ચાર કે તેથી વધુ વખત ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારોને ટિકિટ ન આપવા અંગે પણ ચર્ચા થઈ હતી. ભાજપના એક કાર્યકર્તાએ કહ્યું, “આપ ગુજરાતમાં રસ્તો બનાવી રહી છે અને તેને રોકવાની જરૂર છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં આપના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યમાં સરકારી શાળાઓ અને હોસ્પિટલોના મુદ્દે ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. આ દાવાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેની ચર્ચા કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પણ રાજકારણમાં જાેડાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “ભાજપે ૧૮૨માંથી ૧૫૦ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે,” ચૂંટણી વ્યૂહરચના તરીકે પાર્ટીએ આ વખતે આદિવાસી પટ્ટા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે, જ્યાં અનુસૂચિત જાતિ માટે ૨૭ બેઠકો અનામત છે. તે કોંગ્રેસનો મજબૂત મત વિસ્તાર માનવામાં આવે છે.

અહીં ૨૦૧૭માં કોંગ્રેસે ૧૫ સીટો જીતી હતી. જ્યારે ભાજપના ખાતામાં ૯ બેઠકો આવી હતી. તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી કે જેણે આપઁ સાથે જાેડાણની જાહેરાત કરી હતી, તેને ૨ બેઠકો મળી અને એક અપક્ષ જીત્યો.

પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ભાજપ એ સીટો પર વધુ ધ્યાન આપશે, જેના પર પાર્ટીને ૨૦૧૭માં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, અમે મોટા માર્જિન સાથે મોટી જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું અને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ કરીશું. રાજ્યમાં ૨૭ વર્ષથી ભાજપ સત્તા પર છે. ૨૦૧૭માં પાર્ટીને ૯૯ સીટો મળી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.