ત્રણ ટીમોનું હવે પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નિશ્ચિત
મુંબઈ, દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ૨૦૨૨માં પહેલીવાર સતત ૨ મેચ જીતીને પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ટીમે સોમવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સને ૧૭ રનથી હરાવ્યું હતું. ૧૩ મેચના રોજ આ તેની ૭મી જીત છે.
હાલ આ ટીમ ટેબલમાં ચોથા સ્થાન પર છે. આ લીગ રાઉન્ડનું છેલ્લું અઠવાડિયું છે. જેમાં ૭૦માંથી ૬૪ મેચ રમાઈ ગઈ છે અને માત્ર ૬ મેચ બાકી છે. ટેબલ પર નજર કરીએ તો ૩ ટીમોનું પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નિશ્ચિત છે.
હવે માત્ર ચોથી ટીમ માટે જંગ જારી છે. ગુજરાત ટાઈટન્સની ટીમ ૨૦ પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. રાજસ્થાન અને લખનૌની એક-એક મેચ છે અને બંનેના ૧૬-૧૬ પોઈન્ટ છે.
રાજસ્થાન રોયલ્સઃ ટીમનો રનરેટ પ્લસમાં છે. ટીમે રવિવારે લખનૌને હરાવ્યું હતું. જ્યારે આરસીબીની રનરેટ નેગેટિવમાં છે. રાજસ્થાને ૨૦ મેના રોજ છેલ્લી મેચમાં સીએસકેનો સામનો કરવો પડશે. તેની નેટ રનરેટ લખનૌ અને આરસીબીથી નીચે આવશે જ્યારે તેને સીએસકે તરફથી હાર મળશે. આ સાથે જ આરસીબીની ટીમે ગુજરાતને ૭૦થી વધુ રનથી હરાવ્યું હતું.
લખનૌ સુપર જાયન્ટ્સઃ સતત હારના કારણે લખનૌનો રન રેટ ઘટી ગયો છે પરંતુ તે હજુ પણ પલ્સમાં છે. જાે ટીમ ૧૮ માર્ચના રોજ કેકેઆર સામે લગભગ ૮૦ રનથી હારી જાય તો ટોપ-૩ની રેસમાંથી બહાર થઈ શકે છે. બીજી તરફ આરસીબીની ટીમે ગુજરાતને ૭૦ રનથી હરાવવું પડશે.
રોયલ ચેલન્જર્સ બેંગલોર-ટીમે અત્યાર સુધી ૧૩માંથી ૭ મેચ જીતી છે પરંતુ ટીમનો રન રેટ ખૂબ જ નબળો અને માઈનસમાં છે. મુંબઈ સિવાય તેની રનરેટ સૌથી ખરાબ છે. આવી સ્થિતિમાં છેલ્લી મેચ જીત્યા બાદ પણ તેનું પ્લેઓફમાં સ્થાન સુરક્ષિત નથી. જાે દિલ્હીની ટીમ જીતશે તો વિરાટ કોહલીની ટીમ આરસીબીને ફરી રાહ જાેવી પડશે. કોહલી અત્યાર સુધી ૈંઁન્નું એકપણ ટાઈટલ જીતી શક્યો નથી.
દિલ્હી કેપિટલ્સઃ દિલ્હી કેપિટલ્સની રન રેટ પણ પ્લસમાં છે. તેના હાલમાં ૧૩ મેચમાં ૧૪ પોઈન્ટ છે. છેલ્લી મેચમાં તેનો સામનો ૨૧ મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે.
જાે ટીમ આ મેચ જીતશે તો તેને ૧૬ પોઈન્ટ મળશે અને રન રેટ વધી જશે પરંતુ જાે તેઓ આ મેચ હારી જશે અને આરસીબી ટીમ ગુજરાતને હરાવશે તો દિલ્હીની ટીમ બહાર થઈ જશે. જાે બંને ટીમો છેલ્લી મેચમાં હારી જાય છે તો ૧૪ પોઈન્ટ ધરાવતી ટીમો રેસમાં આવી શકે છે.SS2KP