અમરેલીમાં વીજળી પડતા ૩૫ વર્ષીય માછીમારનું મૃત્યુ
અમરેલી , અમરેલીમાં વીજળી પડતા ૩૫ વર્ષીય માછીમાર ભડથું, ખેડા, વલસાડ, પંચમહાલ અને રાજપીપળામાં હળવા વરસાદી ઝાપટાજગતના તાત માટે વરસાદ આશીર્વાદરૂપ હોય છે. વરસાદના આગમનની સાથે ખેડૂતોમાં હરખની હેલી હોય છે.
પરંતુ હાલમાં ગુજરાત પ્રવાસની તૈયારી કરતા આ વણબોલાવ્યા મહેમાન મેઘરાજાના આગમનથી જગતના તાતમાં હરખની હેલીની જગ્યાએ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં આજે ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે તેમ જ સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી પાણીની ખાડીમાં વીજળી પડતા ૩૫ વર્ષીય શ્રમિકનું મૃત્યુ.
આગાહી મુજબ આજે ગુજરાતના વાતાવરણમાં પલટો પણ જાેવા મળ્યો હતો. પવનના સુસાવટા વચ્ચે દરિયાઈ કાંઠે વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા. ત્યારે અમરેલીના રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર લોજિક પાર્ક નજીક આવેલા ખાડી વિસ્તારમાં માછીમારી કરી રહેલા ૩૫ વર્ષીય ભરતભાઇ સોલંકી નામના માછીમાર પર વીજળી પડતાં ઘટના સ્થળે જ તે ભડથું થઈ ગયા હતા.
મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.રાજુલા પીપાવાવ દરિયાઈ કાંઠે ભર ઉનાળે વીજળી પડવાની ઘટના બનતા શ્રમિકો પણ ડર્યા હતા. આગાહી હોવા છતાંય ધ્યાન ન આપતા આ માછીમાર ભરતભાઇને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.SS2KP