જંબુસરના ટંકારી બંદર હાઈસ્કુલ ખાતે મફત આંખ તપાસ કેમ્પ યોજાયો
(વિરલ રાણા) ભરૂચ,
જંબુસર તાલુકાના ટંકારી બંદર હાઇસ્કુલ ખાતે મફત આંખ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.જેમાં ૨૫૦ જેટલા જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો.જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ વતનના ગ્રામજનોની આરોગ્યની ચિંતા કરી રાધે સેવા સત્સંગ મંડળ ભદાણાના સહયોગ થી સરપંચ રણજીતભાઈ સોલંકી,રાજુભાઈ દરજી,ઈલ્યાસભાઈ પટેલના સહકારથી બારા વિભાગ હાઈસ્કૂલ ખાતે મફત આંખોની સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તજજ્ઞા ડોક્ટર કિરીટભાઈ મહારાજે સેવાઓ આપી હતી.ધારાસભ્ય સંજયભાઈ સોલંકી અને દર્શનાબેન ત્રિવેદી સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકાયો હતો.
સદર કેમ્પમાં ૨૫૦ જેટલા જરુરિયાતમંદ આંખોની તકલીફવાળા દર્દીઓએ લાભ લીધો હતો અને દર્દીઓને મફત ચશ્મા વિતરણ તથા ઑપરેશન જરુરી હોય તેવા દર્દીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
કેમ્પમાં ગામ અગ્રણીઓ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.