સસ્પેન્શન રોકવા માટે પોલીસ કર્મી ઉચ્ચ અધિકારીના ઘરે પહોંચી ગયા
અમદાવાદ, સોશિયલ મીડિયા પર સ્ટાર બનવાના ચક્કરમાં પોલીસકર્મી સસ્પેન્ડ થયા હોય તેવા ઘણાં કિસ્સા બન્યા છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેર પોલીસમાં બન્યા બાદ સસ્પેન્ડ થયેલા ત્રણ પોલીસકર્મીઓ સિનિયર પોલીસ અધિકારીના ઘરે પહોંચી ગયા હતા અને પોતાના સસ્પેન્શન રોકાય અથવા તો તેની સમય મર્યાદા થોડા દિવસ સુધી જ રાખવામાં આવે તેવી આજીજી કરી હતી.
જાેકે, આ કરવાનું પોલીસકર્મીઓને ભારે પડી ગયું છે. વેપારીઓને પડતી હાલાકી હોય કે પછી પોલીસ સ્ટેશનને એક્ટિંગ સ્કૂલ બનાવવાની વાત હોય કાલુપુર પોલીસ વારંવાર ચર્ચામાં રહે છે અને તેના કારણે શહેરની પોલીસની છબીને નુકસાન થતું રહ્યું છે.
આવા કિસ્સામાં સિરાજ, એડવીન અને કેશવ એક ઉચ્ચ પોલીસ અધિકારીના ઘરે પહોંચી ગયા હતા જે બાદ પોલીસકર્મીઓની આ હરકતથી ઉચ્ચ પોલીસ અધિકારી નારાજ થયા હતા અને આ મામલે કાલુપુર પોલીસ ઈન્સ્પેક્ટરને બરાબરના ખખડાવ્યા હતા, આમ ત્રણે પોલીસકર્મીઓએ પોતાના જ પગ પર કૂહાડો માર્યા જેવી બાબત બની હતી.
મળતી વિગતો પ્રમાણે સસ્પેન્ડ થયેલી ત્રિપુટી એક ઉચ્ચ પોલીસ અધિકારીના ઘરે જાણ કર્યા વગર પહોંચી ગઈ હતી. આ દરમિયાન તેમણે પોલીસકર્મીના પત્ની સમક્ષ રોદણા રોયા હતા અને પોતાના સસ્પેન્શન પરત લેવા કે પછી તેને ચોક્કસ સમય સુધી જ રાખવામાં આવે તેવો ર્નિણય સિનિયર પોલીસ અધિકારી લે તેવી રજૂઆત કરી હતી.
સસ્પેન્ડ થયેલી કાલુપુરની ત્રિપુટીને અહીં પણ ફિલ્મી સ્ટાઈલમાં પોતાનું કામ થઈ જશે તેવું કરવા જતા મુશ્કેલીમાં વધારો કર્યો છે. રિપોર્ટ્સ મુજબ જ્યારે અધિકારીને એ વાતની ખબર પડી કે સસ્પેન્ડ કરાયેલા ત્રણ પોલીસકર્મી તેમના ઘરે પહોંચીને તેમની પત્ની સમક્ષ કાકલુદી કરી રહ્યા હતા તો તેઓ ગુસ્સે થયા હતા અને આ ઘટના અંગે તેમણે કાલુપુર પોલીસ ઈન્સ્પેક્ટરને ખખડાવ્યા હતા. આ પછી ત્રણે સસ્પેન્ડ પોલીસકર્મીઓને પીઆઈએ પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેમની વલે કરી હતી.
અગાઉ પણ એવી ઘટનાઓ બની છે કે સોશિયલ મીડિયા પર પોતાની એક્ટિંગનો જાદૂ પાથરવા માટે ત્રણ પોલીસકર્મીઓએ સ્થાનિક વિસ્તારના કુખ્યાતને પોલીસની ખુરશીમાં બેસાડીને વીડિયો શૂટ કર્યો હતો, આ વીડિયોમાં બોલિવૂડ ફિલ્મ શૂટ આઉટ એડ વડાલાના ડાયલોગ પર એક્ટિંગ કરીને પોલીસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ ત્રણે પોલીસકર્મી સામે એક્શન લઈને ડીસીપી ઝોન-૩ સુશીલ અગ્રવાલે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.SS1MS