ગુજરાતમાં 10 ટચપોઇન્ટ્સ પર નવી ફોક્સવેગન વર્ટૂસનો અનુભવ કરવાની તક મળશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/From-left-to-right-Garima-Misra-Managing-Director-Group-Landmark-and-Ashish-Gupta-Brand-Director-Volkswagen-Passenger-Cars-India-1024x694.jpg)
ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “વૃદ્ધિની દ્રષ્ટિએ અમદાવાદ ફોક્સવેગન ઇન્ડિયા માટેના મુખ્ય બજારોમાંનું એક છે. અને અમે શહેરમાં અમારા ગ્રાહકોને સંપૂર્ણ-નવી ફોક્સવેગન વર્ટૂસ પ્રદર્શિત કરી. Volkswagen India showcases the all-new Virtus in an exclusive preview for customers in Ahmedabad
અને તેમને સેડાનનો સ્વાનુભવ ઉપલબ્ધ બનાવીને રોમાંચિત છીએ, જે ખાસ કરીને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે તેના શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ફીચર્સ, ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને ઉત્કૃષ્ટ પ્રભાવ સાથે, આ કારલાઇન આ ક્ષેત્રમાં અમારા ગ્રાહકોને પ્રભાવિત કરશે.”
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/volkswagon.jpg)
ન્યૂ વર્ટૂસ ફોક્સવેગનની ગતિશીલ અને ભાવનાત્મક ડિઝાઇન લેંગ્વેજને મૂર્તિમંત કરે છે અને તે બ્રાન્ડના મુખ્ય ડીએનએ પર આધારિત છે જે શ્રેષ્ઠ બિલ્ડ ક્વોલિટી, સેફ્ટી અને ફન-ટુ-ડ્રાઇવ અનુભવ માટે વપરાય છે. નવી સેડાન MQB A0 IN પ્લેટફોર્મ પર 95 ટકા લોકલાઇઝેશન સ્તર સાથે બનાવવામાં આવી છે. પ્લેટફોર્મની લવચીકતાને કારણે નવી સેડાન કેબીન અને બૂટ સ્પેસ (521 લિટર) સાથે સેગમેન્ટની સૌથી લાંબી કાર (4,561 એમએમ) બની શકી હતી, જે તેને વાસ્તવમાં ડિઝાઈનની દૃષ્ટિએ વિશાળ બનાવે છે.
આકર્ષક એક્સટીરિયર અને પ્રીમિયમ ઇન્ટિરિયર્સની સાથે, વર્ટૂસ 20.32 સે.મી. ડિજિટલ કોકપિટ, 25.65 સેમી મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી ઘણી બધી ટેકનોલોજી, મનોરંજન અને કનેક્ટિવિટી સુવિધાઓથી સજ્જ છે, જેમાં એપલ કારપ્લેટીએમ અને એન્ડ્રોઇડ ઓટોટીએમ, કેઇએસવાય
(કી લેસ એન્ટ્રી અને એન્જિન સ્ટાર્ટ), ઇલેક્ટ્રિક સનરૂફ, સ્માર્ટ-ટચ ક્લિમેટ્રોનિક એસી, સ્ટાન્ડર્ડ તરીકે ઇમર્સિવ સાઉન્ડ સાથે 8-સ્પીકર્સ, વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, માયફોક્સવેગન કનેક્ટ એપ અને અન્ય ઘણી બધી સુવિધાઓનો સમાવેશ થાય છે જે મહત્વાકાંક્ષી ભારતીય ગ્રાહકોને આકર્ષિત કરશે અને પ્રભાવિત કરશે.
ફોક્સવેગનમાં સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે, નવી સેડાન 40+ સક્રિય અને પેસિવ સેફ્ટી ફીચર્સ ઓફર કરે છે, જેમાં 6 એરબેગ્સ, રિવર્સ કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ઇએસસી), મલ્ટિ-કોલિઝન બ્રેક્સ, હિલ-હોલ્ડ કન્ટ્રોલ, એલઇડી ડીઆરએલ સાથે એકીકૃત સંકલિત એલઇડી હેડલેમ્પ્સ, ISOFIX સહિત અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ કારલાઇન જર્મન એન્જિનિયરિંગની વાસ્તવિક અજાયબી છે અને તે એક્ટિવ સિલિન્ડર ટેકનોલોજી (એસીટી) અને 1.0એલ ટીએસઆઇ એન્જિન સાથે 1.5એલ ટીએસઆઇ ઇવીઓ એન્જિનમાં ઓફર કરવામાં આવી છે, જે આઇડલ સ્ટાર્ટ/સ્ટોપથી સજ્જ છે
અને 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર અથવા 7-સ્પીડ ડીએસજી ટ્રાન્સમિશન ઓપ્શન સાથે જોડાયેલું છે. ન્યૂ વર્ટૂસ વાઈલ્ડ ચેરી રેડ, કાર્બન સ્ટીલ ગ્રે, રીફ્લેક્સ સિલ્વર, કરક્યુમા યલો, કેન્ડી વ્હાઈટ અને રાઈઝિંગ બ્લુ જેવા વાઈબ્રન્ટ અને રોમાંચક બાહ્ય રંગોમાં ઉપલબ્ધ થશે.