મિત્ર જ નીકળ્યો તેજસ્વી યાદવની નજીકના રાજદ નેતાનો હત્યારો

ગોપાલગંજ, ગોપાલગંજના પ્રખ્યાત રાજદ નેતા અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવના નજીકના રામ ઈકબાલ યાદવની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ કેસમાં રામ ઈકબાલ યાદવનો નજીકનો મિત્ર તેનો હત્યારો નીકળ્યો છે એસઆઇટીએ મંગળવારે મુખ્ય આરોપી પ્રકાશ યાદવ ઉર્ફે અંકિત યાદવની ધરપકડ કરી હતી. આ ઘટનાના પાંચમા દિવસે પોલીસે આ પ્રખ્યાત હત્યાનો ખુલાસો કર્યો હતો.
ગોપાલગંજના એસપી આનંદ કુમારે જણાવ્યું કે આરજેડી નેતાની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી હતી અને હત્યામાં સામેલ લોકો આરજેડી નેતાના નજીકના હતા.
પોલીસની એસઆઈટીએ ધરપકડ કરાયેલા ગુનેગાર પાસેથી નાઈન એમએમની બે ગોળી, એક બુલેટનો શેલ, મોબાઈલ ફોન અને આરોપીના લોહીથી ખરડાયેલા કપડાં મળી આવ્યા છે.
એસપીએ કહ્યું કે, હત્યાની તપાસ અને કાર્યવાહી માટે હથુઆ એસડીપીઓ નરેશ કુમારના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જ્યારે એસઆઇટીએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ તપાસ શરૂ કરી તો તેમાં ઘણા પુરાવા બહાર આવ્યા હતા.
જેમાં મુખ્ય આરોપીના ફોન કોલ રેકોર્ડીંગ, મોબાઈલ સહિતના અનેક મહત્વના પુરાવાઓ હતા. જેના આધારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓએ આરજેડી નેતાની હત્યા કરીને બીજાને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.
જે રાત્રે આરજેડી નેતા રામ ઈકબાલ યાદવની હત્યા થઈ તે રાત્રે બંને સાથે હતા. એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે ૧૨ મેની રાત્રે મૃતક રામ ઈકબાલ યાદવ લુહસી અને હરખૌલી ગામમાં નજીકના સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવાનો હતો અને હરખૌલીમાં જ રહેવાનો હતો. તે રાત્રે ધરપકડ કરાયેલા રાજઘાટ ગામનો રહેવાસી અને આરોપી પ્રકાશ યાદવ ઉર્ફે અંકિત યાદવે પેટમાં દુખાવો થવાના બહાને રામ ઈકબાલને બોલાવ્યો અને ડૉક્ટરને બતાવવાની વિનંતી કરી.
આરજેડી નેતા જ્યારે રાજઘાટ પહોંચ્યા, ત્યારે તેને બદરજીમીમાં આમંત્રણ હોવાનું કહીને સાથે આવવા માટે દબાણ કર્યું, જેથી રસ્તામાં હત્યા કરી શકાય.
બદરાજીમીથી પરત ફરતી વખતે આરજેડી નેતાની બાઇકનો વાયર કાપી નાંખવામાં આવ્યો હતો, જેથી તે પગપાળા ચાલી શકે અને હત્યાને આસાનીથી અંજામ આપી શકાય. રસ્તામાં પ્રકાશ યાદવ ઉર્ફે અંકિત યાદવના સાથી પહેલેથી જ હાજર હતા. જેવા આરજેડી નેતા ર્નિજન વિસ્તારમાં પહોંચ્યા કે તરત જ પ્રકાશ યાદવ ઉર્ફે અંકિત યાદવ ત્યાંથી હટી ગયા અને તેમના સહયોગીઓએ આરજેડી નેતા પર ફાયરિંગ શરૂ કરી દીધું.
હત્યા બાદ પ્રકાશ યાદવ ઉર્ફે અંકિત યાદવે તેના ભાઈને ઘરે બોલાવીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આરોપી તરત જ ઘરે ગયો અને લોહીલુહાણ કુર્તા-પાયજામા બદલી અને ટી-શર્ટ ટ્રાઉઝરમાં સ્થળ પર પહોંચ્યો હતો. આરોપીએ પહેલા બૂમો પાડીને મૃતકના સંબંધીઓ અને ગ્રામજનોને બોલાવ્યા અને ગામલોકો પહોંચતાની સાથે જ આરોપીએ જાેરજાેરથી રડવા લાગ્યો હતો.
જેથી લોકોને ખ્યાલ ન આવે. સવારે પોલીસ તપાસ માટે પહોંચી ત્યારે આરોપીઓએ તપાસમાં સહકાર ન આપીને પોલીસ ટીમને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું. અહીં મૃતકના પરિજનોએ પહેલાથી ચાલી રહેલી જૂની અદાવતના મામલામાં કેટલાક લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી.HS