અલીબાગના કોટેજમાં ૨ માસૂમ બાળકોની હત્યા કરી કપલનો આપઘાત

પ્રતિકાત્મક
મુંબઇ, પિકનિક માટે પ્રખ્યાત અલીબાગમાં આજે કમકમાટીભરી ઘટના બની હતી. ફરવા આવેલી મહિલા તેની પાંચ વર્ષીય પુત્રી, ત્રણ વર્ષીય પુત્ર તથા એક યુવકનો મૃતદેહ અલીબાગમાં કોટેજમાં મળથા ખળભળાટ મચી ગયો હતો.
બન્ને માસૂમની લાશ બેડરૃમ પર જ્યારે મહિલા અને યુવકના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં હતા. બન્ને વચ્ચે અનૈતિક સંબંધ હોવાની શંકા છે. મૃતકના પરિવારનો સંપર્ક કરી પોલીસ વધુ માહિતી મેળવી રહી છે.
અલીબાગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર શૈલેષ સનપેએ જણાવ્યું હતું કે પુણેની પ્રિયંકા (ઉ.વ.૨૫) તેની પાંચ વર્ષીય પુત્રી ભક્તિ, ત્રણ વર્ષીય પુત્ર માવલી તથા ૨૯ વર્ષીય કુનાલનો મૃતદેહ આજે અલીબાગમાં આવેલા કોટેજમાં મળ્યા હતા.
૧૧મેથી આ કોટેજમાં રોકાયા હતા. છેલ્લે ગઈકાલે સવારે તેમને જાેવામાં આવ્યા હતા. ત્યારબાદ રૃમનો દરવાજાે બંધ હતો છેવટે આજે બપોરે રૃમમાં તપાસ કરતા કુનાલ અને પ્રિયંકાનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં તથા ભક્તિ, માવલીની લાશ પલંગ પર પડી હતી બન્ને માસૂમની ઝેર આપીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે.
પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા હતા. પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી ભાઈ, બહેનના મૃત્યુનુંચોક્કસ કારણ જાણી શકાશે.
પોલીસે પ્રિયંકા અને કુનાલના પરિવારને બનાવની જાણ કરી છે. અગાઉ મૃતકના ગુમથવાની જુદી જુદી ફરિયાદ પોલીસમાં નોંમધાવવામાં આવી હતી. હાલ પોલીસ દરેક બાબતને ધ્યાનમાં રાખીને મામલાની ઝીણવટભરી તપાસ શરૃ કરી છે.HS