ગિફ્ટમાં મળેલા ટેડીબીયરમાં બ્લાસ્ટ થવાના કેસમાં નવો વળાંક
નવસારી , જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં મળેલી ગિફ્ટમાં બ્લાસ્ટ થવાના પ્રકરણમાં એક નવો જ ચોંકાવનારો ખુલાસો થયો છે. વરરાજા નહીં પણ તેની સાળી એટલે કે પૂર્વ પ્રેમિકાને મારવા માટે પ્રેમીએ જાેરદાર પ્લાન બનાવ્યો હતો. જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.
અગાઉ પણ પૂર્વ પ્રેમીએ તેની પ્રેમિકા એટલે કે વરરાજાની સાળીને મારી નાખવાની ધમકી આપી હતી. જાે કે, આ ગિફ્ટ ભૂલથી વરરાજાએ ખોલી હતી અને બ્લાસ્ટ થયો હતો. જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શરીર દાઝી જવાને કારણે હવે તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
બીજી તરફ ગિફ્ટમાં બ્લાસ્ટ થતાં પોલીસ દ્વારા તેનું કારણ જાણવા માટે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ગિફ્ટ બ્લાસ્ટ કેસ મામલે રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના પરથી પડદો ઉંચક્યો છે. રાજકુરમા પાંડિયને જણાવ્યું કે, પોલીસે ગિફ્ટ મોકલનારા શખસની ધરપકડ કરી છે.
પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી તો ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી રાજેશ પટેલે તેની પૂર્વ પ્રેમિકાને નુકસાન પહોંચાડવાના ઈરાદે આ ગિફ્ટ આપી હતી. આરોપીએ ગિફ્ટ આપેલા ટેડીબીયરમાં ડિટોનિયર માઈન ફિટ કર્યું હતું.
આરોપી રાજેશ પટેલ દ્વારા આ ગિફ્ટથી તેની પૂર્વ પ્રેમિકાને મારવાનો પ્લાન હતો. મહત્વનું છે કે, અગાઉ પણ આરોપી રાજેશ પટેલ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે. આરોપી રાજેશ પટેલે જે ગિફ્ટ આપી હતી તે ભૂલથી વરરાજાએ ખોલી હતી અને બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ કેસમાં આરોપી રાજેશ પટેલ સાથે મનોજ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે.
બીજી તરફ, પરિવારે પોલીસ ફરિયાદ કરીને આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ બ્લાસ્ટ કેસની તપાસમાં એવા પણ ખુલાસા થયા છે કે, આરોપી રાજેશ પટેલે ભૂતકાળમાં પણ તેની પ્રેમિકાને મારી નાખવાની ધમકી આપી હતી.
તેણે તેની પ્રેમિકા જાગ્રૃતિને વોટ્સએપ પર આ ધમકી આપી હતી. જાે કે, એ સમયે આ મામલે તેના પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી. આરોપી રાજેશ પટેલ આવા પ્રકારની હરકત કરીને બદલો લેશે એવી કોઈને આશા નહોતી.
બીજી તરફ, માત્ર છ દિવસના લગ્ન જીવનમાં જ પોતાની આંખ ગુમાવનારા વરરાજા લતેશને તેના સસરાએ પોતાની આંખ ડોનેટ કરવાની તૈયારી બતાવી છે. ખેર, આ આખા કેસમાં પોલીસે હાલ તો આરોપી રાજેશ પટેલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ss3kp