નવી વિચારસરણી અને જૂની સંસ્કૃતિ બંનેને સાથે લઈને આગળ વધોઃ પીએમ મોદી
વડોદરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૯મીએ વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત ‘યુવા શિબિર’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યુ છે. સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ અને સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સી.આર.પાટીલ મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ ખાતે ૭ દિવસીય સત્સંગ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે.
પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, આજે આપણે સામૂહિક સંકલ્પ લઈ રહ્યા છીએ, નવા ભારતના નિર્માણ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. એક નવું ભારત, જેની ઓળખ નવી, દૂરંદેશી અને પરંપરાઓ પ્રાચીન છે. આવા નવા ભારત, જે નવી વિચારસરણી અને વર્ષો જૂની સંસ્કૃતિ બંનેને સાથે લઈને આગળ વધે છે, તેણે સમગ્ર માનવજાતને દિશા આપવી જાેઈએ.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, કોરોના યુગના સંકટ વચ્ચે વિશ્વમાં રસી અને દવાઓ પહોંચાડવાથી લઈને વિખરાયેલી સપ્લાય ચેઈન વચ્ચે આર્ત્મનિભર ભારતની આશા સુધી, વૈશ્વિક અશાંતિ અને સંઘર્ષો વચ્ચે શાંતિ માટે સક્ષમ રાષ્ટ્રની ભૂમિકા માટે, ભારત આજે વિશ્વની નવી આશા છે.
શિબિરનો હેતુ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં વધુ યુવાનોને સામેલ કરવાનો છે. તે એક ભારત શ્રેષ્ઠ ભારત, આર્ત્મનિભર ભારત, સ્વચ્છ ભારત વગેરે પહેલો દ્વારા નવા ભારતના નિર્માણમાં યુવાનોને ભાગીદાર બનાવવાનો પણ હેતુ ધરાવે છે.HS