નાસતા-ફરતા આરોપીને એલસીબીની મહિલા ટીપે ઝડપી પાડ્યો

ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને દશેલા-સાદરા માર્ગ પર આવેલ બોરકુવા પરથી એલસીબીની મહિલા ટીમે પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રો દ્વારા મળતી વિગત મુજબ ગાંધીનગર તેમજ અન્ય જિલ્લા-શહેરમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડાની સુચના અન્વયે એલસીબી પીઆઈ એચ.પી.ઝાલાની ટીમના એએસઆઈ જાગૃતિબા, કોન્સ્ટેબલ કુસુમબેન, મિતલબા, જયોતિકુમારી, અને કૈલાસબા પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન કુસુમબેન અને મિતલબાને મળેલી બાતમીને પગલે બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી બળદેવજી વેલાજી ઠાકોર (રહે. દશેલા, ગાંધીનગર, મૂળ રહે. સમણવા તા.કાંકરેજ, જી.બનાસકાંઠા)ને બોર કૂવા ઉપરથી પકડી પાડયો હતો.
આ શખ્સને એલસીબી કચેરી લાવી ગુના અંગે પુછપરછ કરતા આજથી એકાદ વર્ષ પહેલા તેનો પિતરાઈ ભાઈ છોકરીને ભગાડી લઈને આવ્યો હતો અને તેની મદદગારી કરી હતી જેમાં તેનું નામ ખુલવા પામ્યું હોવાની હકીકત જણાવી હતી જેથી પોલીસે શખ્સ સામે આગળની તપાસ હાથ ધરી છે.