રાજ્યના લાખો શિક્ષકો અમારો પરિવાર છે: જીતુ વાઘાણી

ગાંધીનગર, રાજ્યભરના લાખો શિક્ષકો અમારો પરિવાર છે. તેમના પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ-નિરાકરણ લાવવું એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારની પ્રાથમિકતા રહી છે.
તેમ આજે ગાંધીનગર ખાતે શિક્ષક સંઘના હોદ્દેદારોને સંબોધતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું. ગુજરાતમાં શિક્ષણ જગતના પડતર આઠ પ્રશ્નોના તાજેતરમાં સુખદ ઉકેલ બદલ રાજ્યભરના વિવિધ છ શિક્ષકસંઘ વતી ગુજરાત રાજય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું આભાર પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
મંત્રી વાઘાણીએ શિક્ષક સંઘના હોદ્દેદારોને જણાવ્યું હતું કે, તમામને શિક્ષણ આપવું તે આપણી સૌની સંયુક્ત જવાબદારી છે. શિક્ષકોને નિયમાનુસાર મળવાપાત્ર તમામ લાભો આપવા એ અમારી જવાબદારી છે અને તેને સરકારે સુપેરે નિભાવી રહી છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બાળકોના હિતમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પરિવર્તન કરી સુધારા કર્યા છે જેના હકારાત્મક પરિણામ આજે આપણે સૌ અનુભવી રહ્યા છીએ.
મંત્રીએ કહ્યું હતું કે, શિક્ષકોને પ્રમોશન, ઉચ્ચતર પગાર, એલટીસી, બદલી સહિતના લાભોથી કામ કરવાનો ઉત્સાહ વધે છે. તાજેતરમાં ૩૯ હજાર શિક્ષકોના હિતમાં લેવાયેલા વિવિધ ર્નિણયથી અંદાજે તેમના સાથે જાેડાયેલા બે લાખ જેટલા લોકોને તેની હકારાત્મક અસર થઈ છે. આ ર્નિણયના ઠરાવો ટૂંક સમયમાં તૈયાર કરી દેવાશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે વિવિધ શિક્ષક સંઘ વતી ઉપસ્થિત હોદ્દેદારોએ શિક્ષણમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરીને, છેવાડાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેનો રાજ્યભરના લાખો શિક્ષકો વતી શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીને વિશ્વાસ અપાવ્યો હતો.ss2kp