જુનિયર ડૉક્ટરો પાસે હવે નિયમ વિરુદ્ધ કામ નહીં કરાવી શકાય
અમદાવાદ, સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટરો નિયમ વિરુદ્ધ રેસિડન્ટ ડોક્ટરો પાસે પર્સનલ કામ કરાવતા હોવાના વિવાદને લઈને હવે સિવિલ ઓથોરીટીએ એક પરિપત્ર જાહેર કર્યો છે.
આ પરિપત્રમાં તેઓએ જણાવ્યું છે કે, ‘તમામ વિભાગના HOD કે સિનિયર ડોક્ટરો પહેલાંથી ત્રીજા વર્ષ સુધીના જુનિયર ડૉક્ટરો પાસે નિયમ વિરુદ્ધ કોઈ કામ કરાવી શકશે નહીં.
‘મહત્વનું છે કે જુનિયર ડોક્ટર્સની એવી ફરિયાદ હતી કે, રેસિડન્ટ ડોક્ટરોએ HOD કે સિનિયર ડોક્ટરોના ઘરનું શાકભાજી લેવા જવું પડે છે તેમજ તેમની પત્ની અને બાળકોને પણ મૂકવા જવું પડે છે.
જાે કે તેઓ સિનિયરોના ડરના કારણે ખુલીને સામે આવી શક્યા નથી. જાે કે તેમની પરેશાની મહદઅંશે ઓથોરીટી એક્શનમાં આવતા સોલ્વ થશે તેવી આશા સેવી રહ્યાં છે.
સિવિલ Superintendent રાકેશ જાેષીએ જણાવ્યું કે, ‘રેસિડન્ટ ડૉક્ટરો પાસે કોઈ પણ પ્રકારનું નિયમ વિરુદ્ધ કામ કરાવવામાં આવશે અને તેની ફરિયાદ મળશે તો જે તે HOD કે સિનિયર ડૉક્ટર સામેની ફરિયાદને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે તમામ ક્લિનિકલ વિભાગના વડાઓને આ પરિપત્ર મોકલી આપ્યો છે.
આ ઉપરાંત બી.જે. મેડિકલ ડીન અને પી.જી. ડાયરેક્ટરને પણ તેની નકલ મોકલી આપવામાં આવી છે.વધુમાં જણાવી દઇએ કે, પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, ‘પ્રાઈવેટ પ્રેક્ટિસના કારણે ૫૦ ટકાથી વધુ સિનિયર્સ ડૉક્ટર્સ હાજરી પૂરતા નથી.
પરંતુ હવે તેમણે સમયસર ફરજ પર આવવાનું રહેશે. જાે કોઈ પણ વિભાગના સિનિયર ડૉક્ટર પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી માટે સરકારને જાણ કરવામાં આવશે.SS2KP