Western Times News

Gujarati News

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારો સાથે છેતરપિંડી આચરનારની ધરપકડ

અમદાવાદ, મલ્ટી લેવલ માર્કેટિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. રોકાણ માટેની નવી મોડ્‌સ ઓપરેન્ડી વિકસાવી રોકાણકારોના રૂપિયે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર આરોપી સાયબર ક્રાઇમે મુંબઈના થાણેથી ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી.

સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ મનોજકુમાર શાહ મૂળ મહારાષ્ટ્ર થાણેના રહેવાસી છે, પરતું તેમની છેતરપિંડી જાળમાં અમદાવાદના એક વેપારી ફસાયા અને ગણતરી દિવસોમાં ૧૨.૫૦ લાખ રૂપિયાનું ફુલેકુ ફેરવી દીધું.

સાયબર ક્રાઇમ બ્રાંચે આ મામલે ફરિયાદ નોંધી તપાસ કરતા સામે આવ્યું કે જે સિબા મેજીક કોઈનમાં રોકાણ કરવામાં આવતું હતું. તે વેબસાઈટ જ બનાવટી હતી.

જે વેબસાઇટ આધારે રોજના એક ટકા અને વર્ષના ૩૬૫ ટકા નફો આપવાની લાલચે લોકો પાસે રોકાણ કરવાનું હોવાનું ખુલાસો થયો છે.છેતરપીંડી ફરિયાદ નોંધાયા બાદ ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સિબા મેજીકની વેબ સાઈડ મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે.

સાથે જ વેબસાઇટ ચલાવનાર આરોપી મનોજકુમાર શાહ પાસેથી બે ફોન, બે લેપટોપ અને એક એસ.ઓ.પી બુક કબ્જે કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોપી અગાઉ મલ્ટીલેવલ માર્કેટિંગમાં રોકાણ કરતો હતો. જેમાં તેના લાખો રૂપિયા ડુબીયા બાદ પોતે જે રીતે ભોગ બન્યો તે રીતે લોકો છેતરવાનું શરૂ કર્યું હતું.

જાે કે ક્રિપ્ટો કરન્સી કોઈનમાં અલગ અલગ સ્ક્રીમ નામે પૈસા પડાવવા એપ્લિકેશન શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી વેબસાઈટ અને એપ્લિકેશન ડેવલોપ કરનારની સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

પકડાયેલ આરોપી મનોજ શાહની છેતરપિંડીની જાળમાં અમદાવાદના એક વેપારી નહિ પરંતુ મહારાષ્ટ્ર અને અન્ય શહેરોના લોકો ભોગ બન્યા હોવાની આશકા છે. જેને લઈ સાયબર ક્રાઇમ દ્વારા એપ્લિકેશન ડેવલોપ કરનારની શોધખોળ કરી છે. જેમાં ડેટા મેળવી ભોગબનાર અને ઠગાઇનો આંકડો મેળવા વધુ તપાસ શરૂ કરી છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.