Western Times News

Gujarati News

બેફામ વાહન હંકારનારની ખેર નથી, પોલીસનો એક્શન પ્લાન

સુરત , કોઈ વાહન ચાલક જાેખમી રીતે વાહન હંકારી અન્ય વ્યક્તિનો જીવ જાેખમમાં મૂકતો હોય છે, ત્યારે સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તે અંગે કેટલાક ર્નિણયો લેવામાં આવ્યા હતાં. સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને કમિશનર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

જેમાં પોલીસ કમિશનરે જાેખમી વાહન ચલાવનાર વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાનો તથા લાયસન્સ સસ્પેન્ડ થયેલાં વાહનચાલકો જાે વાહન ચલાવતા ઝડપાય તો કાયમી સસ્પેન્ડ કરવામાં આવે તેવી ર્નિણય લીધો હતો.

બેઠકમાં પોલીસ કમિશનરએ આગામી વર્ષમાં ફેટલ અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવા હેતુ સાથે સ્ટ્રેટેજીક એકશન પ્લાન ઘડવા જણાવ્યું હતું. બેઠકમાં એપ્રિલ મહિના દરમિયાન ૯૭ તથા છેલ્લા ચાર મહિના દરમિયાન ૧૯૭ જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વાહન ચાલકો સામે વિવિધ રીતે નિયમભંગ બદલ વાહનચાલકોનું પ્રથમ ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. અહીંએ પણ મહત્વનું છે કે, અત્યાર સુધીમાં જાેખમી રીતે વાહનો ચલાવવા, મોબાઈલ પર ચાલુ ગાડીએ વાત કરવા સહિતના ગુનાઓ આચરનારા ૨૧૧૭ વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે રદ કરવાની ભલામણ આર.ટી.ઓ વિભાગને કરવામાં આવી હતી.

જે પૈકી ૧૦૭૦ વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે, સાથે જ જાે ભવિષ્યમાં ફરી વખત આવી ભૂલ કરે તો કાયમી લાયસન્સ રદ્દ કરવાનો આદેશ પણ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં હવે કોઇ એક દિવસ નહી હોય કે એક પણ કાયદાનો ભંગ નહી થતો હોય. સામાન્ય જીવનમાં થતા તમામ ગુનાઓ લગભગ રોજેરોજ સુરતમાં થાય છે. જેમાં ટ્રાફીકનાં કાયદાઓનું તો રોજે રોજ સેંકડો લોકો દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.