લાંબા સમયથી એક ખાતામાં કામ કરતા અધિકારીઓની બદલી થશે
અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મોટા પાયે બદલીનો ઘાણવો કાઢવામાં આવે તેવા ભણકારા વાગી રહ્યા છે.
લાંબા સમયથી એક જ જગ્યા પર ચીપકી બેઠેલા અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવશે. જે અંગે આજે મળેલ અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળેવી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અધ્યક્ષસ્થાને આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિકાસ અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી અંગે પણ મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો હતો.
આથી હવે આગામી સમયમાં લાંબા સમયથી એક ખાતામાં કામ કરતા અધિકારીઓની બદલી કરી અન્ય કામગીરી સોંપવામાં આવશે. જેમાં ક્લાસ ૧ અને ૨ સહિતના અધિકારીઓની બદલી થશે.
મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા અધિકારીઓ લાંબા સમયથી એક જ ખાતામાં નોકરી કરી રહ્યા છે. અંદાજે છસ્ઝ્રમાં અનેક અધીકારીઓ એવા પણ છે જે ૧૦ વર્ષ જેટલા લંબા સમયથી એક જ જગ્યા પર ફરજ અદા કરી રહ્યા છે.
આથી હવે સબંધિત વિભાગ દ્વારા ર્નિણય લઈ એક હજારથી વધુ દિવસથી એક વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને બદલવા અંગેની કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરવામાં આવશેે.SS2KP