યસ સિક્યુરિટીઝે ગુજરાતમાં ડીમેટ એકાઉન્ટ્સ ખોલવામાં બમણી વૃદ્ધિ સાધી
મુંબઇ અને દિલ્હી બાદ યસ સિક્યુરિટીઝ માટે ગુજરાત ટોચના ત્રણ માર્કેટ્સ પૈકીનું એક અમદાવાદ,
વડોદરા, સુરત, રાજકોટ અને પોરબંદર ગુજરાતમાં ટોચના પાંચ માર્કેટ્સ ગુજરાતમાં યસ સિક્યુરિટીઝ દ્વારા ખોલાયેલા નવા એકાઉન્ટ્સમાં આશરે 25 ટકા મહિલા રોકાણકારો
અમદાવાદ, 18 મે, 2022: ભારતની અગ્રણી વેલ્થ બ્રોકિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી કંપની યસ સિક્યુરિટીઝે ગત નાણાકીય વર્ષમાં ગુજરાતમાં નવા ડીમેટ એકાઉન્ટ્સ ખોલવામાં 220 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. ટિયર 2 અને 3 શહેરોમાં ઇન્ટરનેટ સેવાઓની ઝડપી ઉપલબ્ધતા, યુઝર ઓનબોર્ડિંગ કામગીરીના ડિજિટાઇઝેશન તથા નાણાકીય સાક્ષરતામાં વધારો શેરબજારમાં ભાગીદારીમાં વૃદ્ધિના મુખ્ય કારણો છે. નજીકના ભવિષ્યમાં અમે ગુજરાતના છેવાડાના રોકાણકાર સુધી પહોંચવા માટે ફિનટેક ટ્રાન્સફોર્મેશનનો લાભ લેવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.
યસ સિક્યુરિટીઝ માટે મુંબઇ અને દિલ્હી બાદ ગુજરાત ટોચના ત્રણ માર્કેટ્સ પૈકીનું એક રહ્યું છે. રાજ્યમાં મહિલા રોકાણકારો દ્વારા આશરે 25 ટકા નવા એકાઉન્ટ્સ ખોલવાનું અમે મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ડેટા શેરબજારોમાં મહિલાની ભાગીદારીમાં નોંધપાત્ર વધારાને દર્શાવે છે.
સીડીએસએલ અને એનએસડીએલ મૂજબ છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રોકાણકારોની સંખ્યા બમણીથી વધુ થઇ છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે મે 2021થી ગુજરાતે 27 લાખથી વધુ નવા રોકાણકારો ઉમેર્યાં છે, જે વાર્ષિક ધોરણે 32 ટકાની વૃદ્ધિ સૂચવે છે. ભારતીય માર્કેટ માટે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હોઇ શકે, પરંતુ ગુજરાતની 6.04 કરોડ વસતીનો માત્ર 10 ટકા હિસ્સો છે.
અમે અમદાવાદથી અમારી કામગીરીનો પ્રારંભ કર્યો હતો અને ત્યારબાદ વડોદરા, રાજકોટ, સુરત અને પોરબંદરમાં ક્લાયન્ટ્સને સેવા પ્રદાન કરીને અમારી કામગીરી વિસ્તારી છે. અમે નાણાકીય વર્ષ 2023માં ગુજરાતના વધુ શહેરોમાં અમારી સેવાઓ લોંચ કરવાની યોજના ધરાવે છે.
ભાવિ યોજનાઓ વિશે વાત કરતાં યસ સિક્યુરિટીઝના ચીફ બિઝનેસ ઓફિસર અંશુલ અર્ઝરેએ કહ્યું હતું કે, “ગુજરાતમાં યસ સિક્યુરિટીઝે તેના બિઝનેસમાં જબરદસ્ત વૃદ્ધિ સાધી છે અને અમારો રાજ્યના બીજા શહેરોમાં પણ અમારી કામગીરીનું વિસ્તરણ કરીને તેનો લાભ લેવાનો ઉદ્દેશ્ય છે.
અમારા ગ્રાહકોને પ્રોડક્ટ્સનું વેચાણ નહીં, પરંતુ સોલ્યુશન્સ પ્રદાન કરવાના અમારા વિશિષ્ટ અભિગમથી અમે ગુજરાતમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છીએ. પ્રત્યેક ગ્રાહકની જરૂરિયાત અને જોખમ ઉઠાવવાની ક્ષમતા મૂજબ અમે ઇક્વિટી, કરન્સી, કોમોડિટી, એફએન્ડઓ,
ફિક્સ્ડ ઇન્કમ, ઓફરશોર ઇન્વેસ્ટમેન્ટ વગેરે જેવાં તમામ ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સોલ્યુશન્સ ઓફર કરીએ છીએ. એડવાઇઝરી અને રિસર્ચ જેવાં પરિબળો યસ સિક્યુરિટીઝને બીજી કંપનીઓથી વિશિષ્ટ બનાવે છે. અમારી પાસે ઇન્ડસ્ટ્રીમાં મોટી રિસર્ચ ટીમ પૈકીની એક છે, જે અમને એડવાઇઝર્સની સાથે-સાથે રોકાણકારોની સંપત્તિ સર્જનની કામગીરીમાં ભાગીદાર પણ બનાવે છે.”