રામોલમાં ૧૦૦ મીટરના અંતરમાં બે યુવકોની લાશ મળી
અમદાવાદ, અમદાવાદના રામોલ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. રામોલ ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટી અને તિલકનગર વિસ્તારમાં અલગ-અલગ બે હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર મામલે રામોલ પોલીસે તપાસ હાથ ધરી હતી.
જાે કે પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલીક હકીકતો પણ સામે આવી છે. હાલ તો પોલીસે બંને હત્યા મામલે શકમંદ આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં બે યુવકોની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે.
રામોલ ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો કલ્પેશ હેમાળેનો મૃતદેહ તેના જ ઘરમાં ધાબા પરથી મળી આવ્યો હતો. કલ્પેશ ધાબા પર સૂતો હતો ત્યારે સવારના સમયે તિક્ષણ હથિયારના ઘા મારેલી હાલતમાં કલ્પેશનો મૃતદેહ મળી આવ્યો હતો.
કલ્પેશનાં માતા જ્યારે ધાબા પર ગયા ત્યારે કલપેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ કલ્પેશની હત્યા મામલે તપાસ કરે તે પહેલા જ કલ્પેશના ઘરના મેઈન રોડની સામે આવેલી ખુલ્લી જગ્યામાં હત્યા કરાયેલી હાલતમાં વધુ એક મૃતદેહ હોવાનું જાણવા મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજા મૃતદેહ મામલે પોલીસે તપાસ કરતા મૃતકનું નામ રણજીત ગૌતમ હતું. રણજીત મિસ્ત્રી કામના વ્યવસાય સાથે જાેડાયેલો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતા નજીક નજીકમાં થયેલી બંને હત્યાઓનું કનેક્શન બાબતે પણ તપાસ શરૂ કરી હતી.
ફક્ત ૧૦૦ મીટરનાં અંતરે જ મળેલા બે મૃતદેહ વચ્ચે સામ્યતાઓ મળતા પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. બંને મૃતદેહો અર્ધ નગ્ન હાલતમાં હતા, એટલું જ નહિ બંને મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે.
જાે કે તપાસ દરમિયાન પોલીસને કેટલીક હકીકતો સામે આવતા કેટલાક શંકાસ્પદની પૂછપરછ શરુ કરી છે. જાે કે આરોપી ઓની પૂછપરછ દરમિયાન જ હકીકત સામે આવશે ક્યાં કારણોસર આ હત્યાના બનાવ બન્યો છે.SS1MS