ખેડબ્રહ્મા ખાતે ૨૫ સખી મંડળોને ૨૭ લાખની સહાય વિતરણ કરાઈ
તાલુકા પંચાયત ખેડબ્રહ્મા ખાતે મિશન મંગલમ યોજના હેઠળ તાલુકાની મહિલાઓ આત્મનિર્ભર બને તેવા આશયથી ૨૫ સખીમંડળોને ૨૭ લાખ ની કેસ ક્રેડિટ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા વિકાસ અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી સાહેબ, શીવાભાઈ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિરજીભાઇ, કારોબારી અધ્યક્ષ શામળભાઇ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.