631 કરોડના ખર્ચે નિર્માણ પામનારા કોમ્પ્લેક્ષનું ભૂમિ પૂજન અમિત શાહના હસ્તે થશે
આગામી સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન થશે.
અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નારણપુરા ખાતે આકાર પામી રહેલા વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના પ્રગતિ-કાર્યની સમીક્ષા કરી હતી. શ્રી હર્ષ સંઘવીએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, રૂ. 631 કરોડના ખર્ચે નિર્માણ પામનારા કોમ્પ્લેક્ષનું ભૂમિ પૂજન કેન્દ્રીય ગૃહમંત્રી Bhumi Pujan of Sports Complex in Ahmedabad will be held next week in the presence of Union Home Minister Shri Amitabhai Shah and Union Sports Minister Shri Anurag Thakur.
શ્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં થશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કુલ 1 લાખ 15 હજાર ચોરસ મીટરમાં આકાર પામશે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણા અને પ્રયાસોથી રાજ્યના યુવાનોના સપના સાકાર કરતા અનેક પ્રોજેક્ટ્સ અમલી બની રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રોજેક્ટના પરિણામે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ પ્રાપ્ત થઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ સમગ્ર પ્રોજેકટના અનેકવિધ પાસા છે. જેમાં એકવેટિક કોમ્પ્લેક્ષ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલેન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, આઉટડોર સ્પોર્ટ્સ, ફિટ ઇન્ડિયા ઝોન, પબ્લિક પ્લાઝા નો સમાવેશ થાય છે.
શ્રી સંઘવીએ ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર (ખેલ સંસ્કૃતિ) માટે શ્રી નરેન્દ્રભાઈએ કરેલા પ્રયાસોની રૂપરેખા આપતા કહ્યું કે, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા
ત્યારે તેમણે બાળકો અને યુવાનોને પ્રેરિત કરતા ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો હતો, જેમાં આ વર્ષે રાજ્યના 56 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો છે. તેમણે આ અવસરે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી સ્પોર્ટસ પોલીસીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શ્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, દુનિયાના દેશો સાથે ભારતનો યુવાન સ્પર્ધામાં ઉતરી શકે, અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી શકે તે પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ખેલકૂદ ક્ષેત્રે જોડાયેલા લાખો યુવાઓ માટે 29મી મેનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહેશે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીની મુલાકાત વેળાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.