કોરોનાગ્રસ્ત મહિલા ૧૦૦ દિવસ બાદ કોમામાંથી બહાર આવી
(એજન્સી)અમદાવાદ, વિજ્ઞાન હમેશાથી તથ્યો પર આધારીત રહયું છે. અને ચમત્કારો પર વિશ્વવાસ કરતું નથી. પરંતુ તાજેતરમાં જ એક એવો ચમત્કાર થયો છે જેને ડોકટરના ફકત ચમત્કાર ગણાવી રહયા છે. પરંતુ મેડીકલ સાયન્સ સાથે જાેડાયેલા દિગ્ગજાે પણ ચોકી ગયા છે.
જાે કે અમદાવાદમાં લગભગ પ૦ વર્ષોથી મોટી ઉંમરની મહીલા ૧૦૦ દિવસ સુધી કોમામાં રહયા બાદ તે ભાનમાં આવી ગઈ છે. ઘણા એવોર્ડ જીતી ચૂકેલી નર્સ પહેલાં કેન્સર જેવી બિમારીને પણ માત આપી ચુકી છે.તમામ ડોકટર આ રીકવરીને ચમત્કાર ગણી રહયા છે.
અમદાવાદ મીરરના અનેસાર આ નર્સ એલજી હોસ્પિટલમાં સીસ્ટર ઈનચાર્જ તરીકે કામ કરી ચુકી છે. અને કોરોાન સંકટ દરમ્યાન તેમણે સતતકામ કર્યું હતું. આ દરમ્યાન તેમણે સારા કામ માટે સન્માનીત પણ કરવામાં આવી હતી. ડયુટી પર બ્રેન હેમરેજ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી અને તે લગભગ ૧૦૦ દિવસ સુધી કોમોમાં રહયા બાદ રીકવર થઈ છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, આ પહેલાં તે બ્રેસ્ટ કેન્સરને પણ માત આપી ચુકી છે. તમામ ડોકટર્સ આ ઘટનાને ચમત્કારક ગણી રહયા છે. હવે ડોકટર્સ ઉષાની ફીજીયોથેરાપી પર ફોકસ કરી રહયા છે. જેથી તેમના બોડી મુવમેન્ટને ફરીથી સંપૂર્ણપણે ફંકશનલ કરી શકાય.