ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી શાખાને રાજયપાલના હસ્તે બે એવોર્ડ એનાયત

બાયડ, અરવલ્લી જીલ્લામાં છેલ્લા ૭ વર્ષથી આરોગ્યલક્ષી સેવાઓ માટે સતત અગ્રેસર અને છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા પ્રયત્નશીલ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જીલ્લા શાખાને ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ બે સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
અરવલ્લી જીલ્લામાં કાર્યરત ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને રાજય કક્ષાએ બે એવોર્ડ મેળવી સેવાકીય કાર્યોમાં દબદબો યથાવત રહ્યો હતો જેમાં ગુજરાત જિલ્લા અને તાલુકા બ્રાન્ચના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ગુજરાત સ્ટે બ્રાન્ચ ખાતે મહામુહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની જનરલ મિટિંગમાં સમગ્ર રાજયમાં ફંડ કલેકશન અને યુથ રેડક્રોસ રજિસ્ટ્રેશનમાં અગ્રેસર રહેલ અરવલ્લી જીલ્લા શાખાના ચેરમેન ભરત પરમાર અને કારોબારી સભ્ય વનીતાબેન પટેલ તેમજ દિપ્તી ઉપાધ્યાયને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
બે એવોર્ડ પ્રાપ્ત કરી રાજયમાં અરવલ્લી જીલ્લાનું નામ રોશન કર્યુ હતું આ એવોર્ડ ફંકશનમાં જીલ્લા અને તાલુકા શાખાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને બે એવોર્ડ પ્રાપ્ત થતા શાખાના હોદ્દેદારો અને જીલ્લાના અગ્રણીઓએ અને પ્રજાજનોએ શુભેચ્છા પાઠવી હતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી શાખા મોડાસા શહેરમાં રાહતદરની લેબોરેટરી, ફર્સ્ટ એઈડ તાલીમ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી પ્રવૃતિઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નો કરી રહી છે જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કેમ્પ અને માર્ગદર્શન પુરું પાડી માનવતા મહેંકાવી રહી છે.