ભરૂચની કાંસની સફાઈ અને બિસ્માર બની ગયેલા માર્ગો મુદ્દે વિપક્ષોએપાલિકા પ્રમુખની ચેમ્બરમાં હોબાળો મચાવ્યો

તસવીરઃ વિરલ રાણા, ભરુચ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાએ માર્ચ મહિનાથી વરસાદી કાંસની સફાઈ કરાવવાની હોય છે.પરંતુ બે માસ વિતવા છતાં કાંસની સફાઈ માટેનું મુહૂર્ત ન નીકળતા વિપક્ષીઓના આક્રોશ સાથે ભરૂચ નગરપાલિકાની પોતાના હદ વિસ્તાર નિકાસની સફાઈ માટેનું શુભ મુહૂર્ત શોધી આખરે કાંસની સફાઈ શરૂ કરી છે.તો શહેરના બિસ્માર બની ગયેલા માર્ગોની પણ મરામત થાય તેવી માંગ સાથે વિપક્ષોએ પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી.
ચોમાસાની ઋતુની ઘડીઓ ગણાઈ રહી છે માર્ચ મહિનાથી કાંસ સફાઈ પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવાની હોય છે.પરંતુ ભરૂચ નગરપાલિકા કાંસની સફાઈ કરવામાં સદંતર નિષ્ફળ નિવડયુ હોય અને કોઈ શુભ મુહૂર્ત ના નીકળતું હોય અને આગામી દિવસોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા અહેવાલો પ્રકાશિત થયા હતા.
જેના પગલે ભરૂચ નગરપાલિકાના વિપક્ષોએ પણ કાંસ સફાઈ મુદ્દે ભરૂચ નગરપાલિકા પ્રમુખને રજુઆત કરી હતી.વધુ પ્રમાણમાં મશીનરી મુકાવીને પણ ભરૂચ નગરપાલિકાની હદમાં આવેલી ૨૭ કાંસોની તાત્કાલિક ધોરણે કાંસની સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે બિસ્માર બની ગયેલા માર્ગોના ગાબડા પુરવાનીમાં સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલને ઉગ્ર રજૂઆત વિપક્ષોએ કરી હતી.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા આવેલા વિપક્ષીઓની રજૂઆતમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવી નગરપાલિકાની હદમાં આવતી ૨૭ કાંસોની સફાઈ ચાલુ કરી દેવામાં આવી છે અને બિસ્માર બની ગયેલા રસ્તા મુદ્દે વિપક્ષ જે રજૂઆત કરી રહ્યા છે તે વિપક્ષોને પણ ખબર છે.
ગુજરાતમાં કવોરી એસોસીએશનની હડતાલ ચાલુ હતી જેના કારણે કવોરી કપચી આવતી ન હોવાના કારણે કેટલાક વિસ્તારોના વિકાસના કામો અટકી ગયા છે.પરંતુ હવે તે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને વિપક્ષીઓ વિધાનસભાની ચૂંટણી ટાણે માત્ર દેખાવા પૂરતો વિરોધ કરતા હોવાના આક્ષેપ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ કર્યા હતા.
ચોમાસા પહેલા જ માર્ચ મહિનામાં કાંસની સફાઈની પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવાની હોય છે.પરંતુ ભરૂચ નગર પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં ન આવતા ૨૭ જેટલી કાંસો જામ હોવાના ચોંકાવનારા દ્રશ્યો બે મહિના બાદ એટલે કે મે માસમાં મિડીયાના અહેવાલમાં પ્રકાશિત થતાં જ મોડે મોડે પણ વિપક્ષીઓ જાગી રજૂઆત કરવા પહોંચ્યા હતા તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા દ્વારા પણ મોડે મોડે કાંસની સફાઈ શરૂ કરવામાં આવી છે.ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ફાલતુ ખર્ચ બંધ કરી કાંસોની સફાઈ કરવામાં ઉપયોગી મશીનરી વસાવે તે જરૂરી બન્યું છે.જેથી કાયમ માટે આ સમસ્યાનું નિરાકરણ આવી શકે.