ભાવનગર- સોમનાથ હાઈવેનું કામ વાહનચાલકો માટે ત્રાસદાયી બન્યું

રાજુલા, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ૮ ઈ કહેવાય છે. કે પણ વાસ્તવીકતામાં નેશનલ હાઈવેનહી પણ કોઈ ગામડાં ગાડાં કેડા કરતાં પણ વધારે ખરાબ હાલતમાં છે.
રાજુલાથી ત્રણ કિ.મી. દૂર હિંડોરણા ધાતરવડી નદી પુલની બાજુની સાઈડમાં બે ટ્રક સામસામે આવી જતાં ભયંકર અકસ્માત થયો અને એક વ્યકિત નું મૃત્યુ થયું છે. આ કહેવાતા નેશનલ હાઈવેમાં અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાયા છે. હજુ પણ કેટલા ભોગ લેવાયા છે. લેશે એ કહેવાય તેમ નથી.
છેલ્લા વર્ષથી આ રોડ ધીમી ગતિએ કામ ચાલુ છે. છ વર્ષના ગાળામાં હજુ પ૦% પણ રોડ તૈયાર થયો નથી. તો હજુ પણ છ વર્ષ લાગશે કે શું એ લોકમુખે ચર્ચાઈ રહયું છે. આ રોડ રાજુલાથી ચારનાળા ચોકડી સુધી એટલી હદે ખરબ છે કે રાત્રીના થોડીક વધારે સ્પીડમાં હોય તો અકસ્માત સર્જાય જ.
આ રોડ કામ ચાલુ છે. બાજુમાં જ એક સિંગલ પટ્ટી રોડ ઉપર અને આખો રોડ ન બન્યો હોવાથી જેથી નાના મોટા વાહનો વારંવાર સારા રોડ પર ચાલતા હોવાથી અકસ્માત થવાનો ભય રહે છે. જાણવા મળતી માહિતી રહે છે. જાણવા મુજબ આ નેશનલ હાઈવે પર અંદાજે ર૦ લોકોના જીવ લેવાયા છે. છતાં પણ નેશનલ હાઈવે ઓથોરીટી અધિકારી કે કોન્ટ્રાકટરના પેટનું પાણી પણ હલતું નથી.
આ હાઈવે પર અનેક ગામડાંના લોકોએ અનેકવાર આવેદનપત્રો આપ્યા છે. ચકકાજામ કર્યા ેછ. સાંસદ નારણભાઈ કાછડીયા પણ અનેકવાર રજુઆત કરી નેશનલ હાઈવે ઓથોરીટી અધિકારીઓને સ્થળ પર બોલાવીને કડક રજુઆત કરી હોવા છતાં કોઈ જાતનો ઉકેલ આવ્યો નથી.
સાંસદની રજુઆતને પણ અધિકારીઓને ધ્યાને લીધીે નથી. આ રોડ બાનવાવની જે સમયમર્યાદા હતી તે પણ પુરી થઈ ગઈ હોવા છતાં પણ આ રોડ બન્યો નથી.