નિઠારી હત્યાકાંડઃ સીરિયલ કિલર સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા, માલિકને ૭ વર્ષની કેદ
ગાજિયાબાદ, દેશભરમાં ગાજેલા નિહારી હત્યાકાંડમાં આખરે ગાજિયાબાગદની સ્પેશિયલ CBI કોર્ટે આરોપીને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે જયારે અન્ય એક આરોપીને ૭ વર્ષની સજા ફટકારી છે. ૧૬ વર્ષ પહેલાં થયેલી હત્યાનો આજુ ચુકાદો આવ્યો છે.
નિઠારી મર્ડર કેસમાં ગાજિયાબાદની સ્પેશિયલ CBI કોર્ટનો એક મોટો ચુકાદો આવ્યો છે. દિપીકા ઉર્ફે પાયલ હત્યા કાંડમાં કોર્ટે સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે CBIની કલમ ૩૦૨ હેઠળ ફાંસીની સજા અને સાથે આઇપીસી ૩૬૪ હેઠળ આજીવન કારાવાસની સજાનો ચુકાદો આપ્યો છે.કોર્ટે અન્ય આરોપી મનિંદર સિંહ પંઢેરને ૭ વર્ષની કેદની સજા કરી છે.
આ કેસ વર્ષ ૨૦૦૬નો છે. મનિંદર સિંહ પંઢેરે ૭ મે, ૨૦૦૬ના દિવસે દિપીકા ઉર્ફે પાયલને નોકરી માટે બોલાવી હતી. એ પછી પાયલ કયારેય ઘરે પાછી ફરી શકી નહોતી. એ પછી પાયલના પિતાએ નોઇડાના સેકટર ૨૦ પોલીસ સ્ટેશનમાં પાયલના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
એ પછી ૨૪ ઓગસ્ટ ૨૦૦૬ના દિવસે પાયલના પિતાએ કોર્ટના આદેશ પર મનિંદર પંઢેર અને સુરેન્દ્ર કોલી સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુરેન્દ્ર કોલી પાસેથી દીપિકા ઉર્ફે પાયલનો મોબાઈલ કબજે કર્યો હતો. આ પછી, દીપિકાનો મૃતદેહ નિથારી ગામમાં સ્થિત ડી-૫ કોઠીના નાળામાંથી મળી આવ્યો હતો. ડીએનએ ટેસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ થઈ હતી.
તમને જાણીને આશ્ચર્ય થશે કે સુરેન્દ્ર કોલીને ૧૩ કેસમાં ફાંસીની સજા થયેલી છે. ત્રણ કેસમાં તેને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
ભૂતકાળમાં પણ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે તેને ઘણા કેસમાં દોષિત જાહેર કરી ચૂકી છે. ૨૦૧૭માં સ્પેશિયલ CBI કોર્ટે પિંકી સરકારની હત્યા માટે સુરેન્દ્ર કોલી અને મોનિંદર પંઢેરને ફાંસીની સજા સંભળાવી હતી.
વર્ષ ૨૦૦૬માં નિઠારી કેસના ખુલાસા બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. નોઈડાના નિઠારી ગામની કોઠી નંબર-૫માંથી નરકંકાલ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન માનવ હાડકાના ભાગો અને એવા ૪૦ પેકેટ મળી આવ્યા હતા, જેમાં માનવ અંગો ભરીને ગટરમાં ફેંકવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે નિઠારીની ઘટના ગુમ થયેલી છોકરી પાયલના કારણે સામે આવી હતી.
ઉત્તરાખંડનો રહેવાસી સુરેન્દ્ર કોલી ડી-૫ કોઠીમાં રહેતા મોનિંદર સિંહ પંઢેરનો નોકર હતો. પરિવાર પંજાબ ગયા બાદ બંને કોઠીમાં રહેતા હતા.HS1