Western Times News

Gujarati News

ઇન્ડોનેશિયાએ પામ ઓઇલ નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો

નવીદિલ્હી, ભયંકર મોંઘવારીનો સામનો કરી રહેલા દેશના સામાન્ય લોકો માટે ગુરુવારે રાહતના સમાચાર આવ્યા છે. વાસ્તવમાં આગામી સમયમાં ખાદ્યતેલોમાં ભાવમાં ઘટાડો થઇ શકે છે. આનું કારણ એ છે કે ઇન્ડોનેશિયાએ ભૂતકાળમાં લાદેલા પામ ઓઇલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો ર્નિણય લીધો છે.

આ સંબંધમાં એક રિપોર્ટ અનુસાર ઇન્ડોનેશિયાએ ૨૩ મેથી પામ ઓઇલ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે.દેશના વ્યાપારી નેતાઓએ રાષ્ટ્રપતિ પાસે નિકાસ પ્રતિબંધો હટાવવાની માંગ કરી હતી, જેના પછી આ મોટો ર્નિણય લેવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, નિકાસ પર પ્રતિબંધ બાદ દેશમાં સ્ટોક ફૂલ થઇ ગયો છે, જાે પ્રતિબંધ ચાલુ રહેશે તો સેકટરને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. અત્રે જણાવી દઇએ કે પામ ઓઇલના સૌથી મોટા ઉત્પાદક ઇન્ડોનેશિયાની સરકારે ૨૮ એપ્રિલે પામ ઓઇલના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

રિપોર્ટ અનુસાર, ઇન્ડોનેશિયા પાસે બંદરો સહિત લગભગ છ મિલિયન ટન સ્ટોરેજ ક્ષમતા છે. જયારે પ્રતિબંધ પછી, મેની શરુઆતમાં જ સ્થાનિક સ્ટોક લગભગ ૫.૮ મિલિયન ટન સુધી પહોંચી ગયો હતો.

ઇન્ડોનેશિયા પામ ઓઇલ એસોસિએશન દ્વારા ગુરુવારે જારી કરાયેલા ડેટા અનુસાર માર્ચના અંતે સ્થાનિક સ્ટોક ફેબ્રુઆરીમાં ૫.૦૫ મિલિયન ટનથી વધીને ૫.૬૮ મિલિયન ટન થયો હતો. પછી નિકાસ પ્રતિબંધ પછી, સ્ટોક લગભગ ભરાઇ ગયો છે.

નોંધપાત્ર રીતે, ઇન્ડોનેશિયા સામાન્ય રીતે સ્થાનિક રીતે તેના વાર્ષિક પામ તેલ ઉત્પાદનના માત્ર ૩૫ ટકાનો ઉપયોગ કરે છે. તે મોટેભાગ ખોરાક અને બળતણ માટે વપરાય છે. ત્યારે પામ તેલ માટે ભારત ઇન્ડોનેશિયા પર વધુ ર્નિભરતા ધરાવે છે, આવી સ્થિતિમાં, નિકાસ પરના નિયંત્રણો દૂર કરવાથી દેશમાં રાહત મળી શકે છે.

અત્રે જણાવી દઇએ કે ભારત પોતાના પામ ઓઇલનો ૭૦ ટકા ભાગ ઇન્ડોનેશિયાથી જ આયાત કરે છે. જયારે ૩૦ ટકા આયાત મલેશિયાથી થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતે ૮૩.૧ લાખ ટન પામ ઓઇલની આયાત કરી હતી.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.