ખેડામાં ડેટા એન્ટ્રીના નામે કંપનીએ કર્યો વિશ્વાસઘાત

ખેડા, ખેડાના નડિયાદમાં એક પ્રાઈવેટ કંપનીએ ડેટા એન્ટ્રીના નામે રૂપિયા આપવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આજકાલ અલગ અલગ પ્રકારે લોકો સાથે છેતરપીંડિના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
ત્યારે ખેડા જિલ્લામાં ડેટા એન્ટ્રીના નામે રૂપિયા આપવાનુ કહીંને એક પ્રાઈવેટ કંપનીએ લોકો સાથે કરોડોનો ઠગાઈ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષથી ખેડામાં માસ્ટર સોલ્યુશન નામની એક પ્રાઈવેટ લિમિટેડ કંપની કાર્યરત હતી. આ કંપની લોકોને ડેટા એન્ટ્રીના નામે દૈનિક પગાર આપવાની લાલચ આપતી હતી.લોકોને વિવિધ પેકેજનું વળતર આપવાના નામે લોકો સાથે રૂપિયા ઉઘરાવીને કરોડોનો ઠગાઈ કરી છે.પોતે ઠગાયા હોવાની જાણ લોકોને થતા કંપનીની ઓફિસે જઈને લોકોએ હોબાળો કર્યો હતો.
ખેડા જિલ્લામાં ડેટા એન્ટ્રીના નામે રૂપિયા આપવાનુ કહીંને માસ્ટર સોલ્યુશન કંપનીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. માસ્ટર સોલ્યુશન કંપનીએ લોકોને કેપ્ચર ડેટા એન્ટ્રીના કામ માટે દૈનિક નાણાં આપવાની લાલચ આપી હતી. અને લોકો પાસે વિવિધ પેકેજના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યાં હતાં. માસ્ટર સોલ્યુશન કંપની પેકેજ પ્રમાણે લોકોને વળતર આપતાં હતાં.
જ્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં છેલ્લા દોઢ વર્ષથી માસ્ટર સોલ્યુશન પ્રાઈવેટ લીમિટેડનામની કંપની ચલાવતાં હતા.. કંપની સંચાલકોએ કેપ્ચર ડેટા એન્ટ્રીના કામ માટે દૈનિક નાણાં આપવાની લાલચ આપી હતી.બાદમાં કંપનીએ ફૂલેકુ ફેરવ્યું હતું.
જેને લઈને આજે મોટી સંખ્યામાં લોકો નડિયાદ સ્થિત સોલ્યુશનની ઓફિસે પહોંચ્યાં હતાં. અને માસ્ટર સોલ્યુશનની ઓફિસની બહા હોબાળો મચાવ્યો હતો.ss3kp