શિણોલની પાવન ભૂમિ પર ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
નવી શિણોલ ગામની પાવન ભૂમિ પર શ્રીરામ પરિવાર તથા કુળદેવી મા અર્બુદા, શ્રી રાધાકૃષ્ણ, શ્રી કષ્ટભંજન હનુમાનજીનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોડાસા,
ધનસુરા તાલુકામાં નબી શિણોલ ગામની પાવન ભૂમિ પર શ્રી રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી શ્રીરામ પરિવાર તથા કુળદેવી મા અર્બુદા, શ્રી રાધાકૃષ્ણ, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ અને અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ સ્ફટિક શિવલિંગ શ્રી રામેશ્વર મહાદેવ ના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવ કુંડાત્મક મહાવિષ્ણુયાગ સંવત ૨૦૭૮ ના વૈશાખ વદ-૧૨ ને શુક્રવાર તા.૨૭-૫-૨૦૨૨ ના રોજ નિર્ધારીત કરેલ છે.
આ ધાર્મિક પ્રસંગે દર્શનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સંતો-મહંતો અને ભાવિકો,શ્રદ્ધાળુઓ, મુમુક્ષુઓની ઉપસ્થિતિમાં યોજાનાર ત્રણ દિવસના ભવ્ય ધાર્મિક કાર્યકમોમાં ઉપસ્થિત રહેવા,દર્શનનો લ્હાવો કેવા આમંત્રણ પાઠવાયું છે.
તા.૨૫.૫.૨૦૨૨ થી શરૂ થઇ તા.૨૭.૫.૨૦૨૨ સુધીના ત્રણ દિવસના પ્રતિષ્ઠા મહોત્સવ તથા મહાવિષ્ણુયાગ ના પ્રધાન આચાર્ય પદે શાસ્ત્રી શ્રી ૠષિકેશ મુકુંદરાય ગોરર્મકાંડ ભૂષણ, કર્મરત્ન, જ્યોતિષ આચાર્ચ, સાહિત્ય શાસ્ત્રી) શિણોલ, તા.ધનસુરા, જિ.અરવલ્લી, અને શાસ્ત્રી શ્રી રાજેશભાઈ અનંતદેવ શુકલ (વેદ સંસ્કૃત મહા વિદ્યાલય, મૂડેટી) (કોવિદ, બી.કોમ.સાહિત્ય આચાર્ય, જ્યોતિષ વિશારદ, કર્મકાંડ વિશારદ, વૈદીક ભુષણ) ઉપસ્થિત રહેશે.એમ નવી શીણોલ ગામેથી ચિરાગભાઈ પટેલ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે.