Western Times News

Gujarati News

વડાલી મહાકાળી મંદિર રજત જયંતિ નિમિત્તે ત્રીજા દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઇ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, વડાલી સમાજના આશા કેન્દ્ર મહાકાળી માતાજી મંદિરે ગઈ તારીખ ૧૯- ૫- ૨૨ ને ગુરુવારના રોજથી યોજાઇ રહેલ રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ત્રીજા દિવસે ૨૧-૫-૨૨ ને શનિવારના રોજ સવારે આઠ વાગે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

આ શોભાયાત્રા મહાકાળી મંદિરથી નીકળી પંચાયત, સગર વાસ, જુની પોસ્ટ ઓફિસ, પટેલવાસ, કસ્બા થઈ રેપડી માતા મંદિરે થી બસસ્ટેશન થઈ હાઈવે પર થઈ પરત મહાકાળી મંદિરે આવી હતી. આ શોભાયાત્રામા ડી.જે.તથા બેન્ડ સાથે અલગ-અલગ વેશભૂષા વાળા ટેબ્લો આ શોભાયાત્રાનું આકર્ષણ હતા.

અડધો કિલોમીટર થી વધુ લાંબી યાત્રામાં સમાજના તથા અન્ય સમાજના ભાઇ-બહેનો ખૂબ મોટી સંખ્યામાં અવનવી વેશભૂષા તથા માથે રંગબેરંગી સાફા બાંધી ઉપસ્થિત રહી ભજન સત્સંગ કરી નાચગાન કરતાં શોભાયાત્રામાં ફરી રહ્યા હતા. તમામ ભાઈ-બહેનો ધાર્મિક ગીતો ભજન સત્સંગ કરી નાચગાન કરી રહ્યા હતા.

વડાલી શહેરના ઈતિહાસમાં એક ભવ્ય શોભાયાત્રા જાેવા મળી હતી આવો અવસર ક્યારેક જ જાેવા મળતો હોય છે. ધર્મપ્રેમી અને દાનવીરોથી છલકાતા વડલી સમાજના ચોક્કસ આયોજનને કારણે મહાકાળી મંદિર નો રજત જયંતિ મહોત્સવ ચરમસીમાએ જઈ રહ્યો છે. આવતીકાલે આ મહોત્સવ નો ચોથો અને છેલ્લો દિવસ છે બપોરે એક વાગ્યે મહા પ્રસાદ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.