કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહની ખેડા જિલ્લાની આગામી મુલાકાતની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, આગામી તા.૨૯ મે ના રોજકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની નડીયાદની મુલાકાતના અનુસંધાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી તા.૨૯ મે રવિવારના રોજ ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલ હેલીપેડ મેદાનમા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો એક જાહેર કાર્યક્રમ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નીગમ દ્ધારા નવનિર્મિત પોલીસના રહેણાંક, બિનરહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ધભાઈ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના નાગરીકોની સુખસુવિધામાં ઉત્તરોતર સુધારો કરી રહી છે. ત્યારે રૂા. ૨૩૪૫૪.૦૮ લાખના ખર્ચે બનેલ અને ૧૯ રહેણાંક અને ૨૯ બિન રહેણાંક આવાસોના લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીયગૃહ મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે યોજાશે.
આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ગુજરાત વિધાનસભા દંડક પંકજભાઈ દેસાઈ, રેન્જ આઈ.જી. વી. ચંદ્રશેખર, આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી, ખેડા જિલ્લા ડી.ડી. ઓ. (કલેક્ટર ઈનચાર્જ) મેહુલ દવે,ખેડાઆર.એ.સી. બી. એસ. પટેલ, ખેડા એસ.પી. રાજેશ ગઢીયા, આણંદ એસ.પી અજિત રાજીઆન સહિત જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.