Western Times News

Gujarati News

સાણંદનો મહેસૂલનો વર્ગ-૩નો કર્મી ACB ટ્રેપમાં ફસાયો

અમદાવાદ, સરકારી ઓફિસમાં લાંચની માયાજાળ એ રીતે ફેલાયેલી છે કે સામાન્ય લોકોને સરકારી ઓફિસમાં જતા એ જ શંકા થતી હોય છે કે તેમનું કામ થશે કે નહીં. બીજી તરફ આવા લાંચિયા કર્મચારીઓનો સપાટો બોલાવવા માટે એન્ટી કરપ્શન બ્યુરો પર આવા લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડવા માટે સતત સતર્ક રહે છે.

સાણંદમાં વર્ગ ૩ના કર્મચારી દ્વારા એક સામાન્ય કામ પતાવવા માટે ૧૮,૦૦,૦૦૦ રૂપિયાની માગણી કર્યા બાદ લેવડ-દેવડમાં ભાવતાલ બાદ ૧૧,૦૦,૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પછી દસ્તાવેજ માટે અરજી કરનારી વ્યક્તિએ પોતાની પાસે રૂપિયા માગનારા કર્મચારી સામે ACB ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે છટકું ગોઠવીને લાંચિયા કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં ખાનગી કર્મચારીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગર અને અમદાવાદની છઝ્રમ્ની ટીમને માહિતી મળી હતી કે સાણંદના મહેસૂલ ભવનમાં આવેલી સબ-રજીસ્ટ્રારની કચેરીમાં જીતેન્દ્રકુમાર વિષ્ણુભાઈ પટેલ દ્વારા એક કામ પતાવવા માટે ૧૧,૦૦,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી છે અને તેમાં મોમીન રિઝવાન ગુલામ રસુલની પણ સંડોવણી સામે આવી હતી.

આ બન્ને લાંચિયા કર્મચારીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં એસીબીની ટીમે લાંચની રકમ લેવા માટે આવેલા વર્ગ-૩ના કર્મચારીના સાગરિત મોમીન રિઝવાન અને જીતેન્દ્રકુમાર પટેલને પકડી લેવામાં આવ્યા છે.

આ કેસની વિગતો એવી છે કે, દસ્તાવેજની માગણી કરવા માટે આવેલા ફરિયાદીને તેમની રજૂઆત બાદ બે દસ્તાવેજ મળી ગયા હતા પરંતુ ત્રીજી દસ્તાવેજને છોડાવવા માટે જીતેન્દ્રકુમાર પટેલ દ્વારા ૧૮,૦૦,૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા.

જાેકે, સાણંદનો ફરિયાદીએ રકમ ઓછી કરવા રજૂઆત કર્યા બાદ લાંચની રકમ ૧૧,૦૦,૦૦૦ નક્કી કરવામાં આવી હતી. ફરિયાદ મળતા ACB ટીમ ૨૧મી મેના છટકું ગોઠવ્યું હતું અને લાંચિયા કર્મચારીઓને ઝડપી લીધા હતા.

કુલ ત્રણ દસ્તાવેજ ફરિયાદીને લેવાના હતા જેમાંથી બે દસ્તાવેજ સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી મળી ગયા હતા, પરંતુ ત્રીજા દસ્તાવેજ માટે વર્ગ-૩ના કર્મચારી જીતેન્દ્રકુમાર દ્વારા અગાઉના બે દસ્તાવેજ અને બાકી રહેલા એક દસ્તાવેજ મળીને ૧૮ લાખની લાંચની માંગ કરવામાં આવી હતી.

જાેકે, આ રકમ બહુ વધુ હોવાની ફરિયાદીએ રજૂઆત કરતા અંતે ૧૧ લાખ રૂપિયાની લાંચ લેવાનો ર્નિણય થયો હતો.
લાંચની માગણીની ફરિયાદ મળતા ગાંધીનગરના એસીબી પોલીસ સ્ટેશનના એચબી ચાવડા (પોલીસ ઈન્સ્પેક્ટર) અને અમદાવાદ એસીબીના દિવ્યા રવિચા જાડેજા અને એકે પરમારે છટકું ગોઠવીને લાંચિયા જીતેન્દ્રકુમાર પટેલ અને તેમના

સાગરિત મોમીન રિઝવાન ગુલામ રસુલની ધરપકડ કરવામાં આવી છે.પકડાયેલા કર્મચારી જીતેન્દ્રકુમારે અગાઉ લાંચ લીધી છે કે કેમ તે અંગે પણ ACB દ્વારા તપાસ કરાશે આ સિવાય તેમની પાસે આવક કરતા વધુ સંપત્તિ છે કે નહીં તે દિશામાં તેમના ઘરે તથા બેંક ખાતામાં પણ તપાસ કરવામાં આવી શકે છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.