ગીર ગઢડાના ખિલાવડ રોડ ૧૧ સિંહ દેખાતા ફફડાટ
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક સાથે ૧૧ સિંહો રોડ પર લટાર મારતા દેખાયા હતા.
આ ૧૧ સિંહોના ટોળામાં સિંહણ અને સિંહબાળ પણ સામેલ હતા.મોડી રાત્રે એક સાથે ૧૧ સિંહોનું ટોળું રોડ પર આવતા અમુક સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો.
આ વિડીયો ક્યાંનો છે એ સ્પષ્ટ થઇ શક્યું નથી, પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગીર ગઢડાના ખિલાવડ રોડ પરનો છે.
એક સાથે ૧૧ સિંહ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે અને ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. આ વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.ss2kp