રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૫ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૬ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે.
અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૭૭૬ દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે.
બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૫,૧૭,૫૦૭ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૮૮ એક્ટિવ કેસ છે.
જે પૈકી ૦૩ નાગરિક વેન્ટિલેટર પર છે. અન્ય તમામ ૧૮૫ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૨,૧૩,૭૭૬ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે.
તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનમાં ૯, અમદાવાદ કોર્પોરેશન ૫ અને વલસાડમાં ૧ કેસ નોંધાયો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૫૫૬૦ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૪૮૬૬૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૮૭૪ ને રસીનો પ્રથમ અને ૩૭૯૫૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૦૮૬૩૬ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો.
૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૭૨૪૭ ને રસીનો પ્રથમ અને ૧૦૭૫૭૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫,૧૭,૫૦૭ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૨,૭૦,૩૩૬ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss2kp