બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ૧,૪૪,૫૦૦ ની માલમત્તાની ચોરી કરી
હાલોલ આવેલ આશિયાના સોસાયટીમાં બે બંધ મકાનોમાં તસ્કરોએ નિશાન બનાવી ૧,૪૪,૫૦૦/- રૂ.ની માલમત્તાની ચોરી કરી થયા ફરાર
ગોધરા,
હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ આશિયાના સોસાયટીમાં આવેલ ફ્લેટમાં ફ્લેટ નબર M 0112 માં રેહતા અભય દોલરાજ ચોપડા વડોદરા ખાતે પોતાની સાસરીમાં પરિવાર સાથે ગયા હતા. જેમાં રાત્રિના સુમારે તેઓના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તેઓના ફલેટના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો ફ્લેટમાં ઘૂસ્યા હતા. જેમાં ફ્લેટમાં આવેલ તિજોરીને તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના મળી કુલ ૧,૪૪,૫૦૦/- રૂપિયાની માલમત્તા ઉઠાવી ફરાર થઈ ગયા હતાં.
જેમાં બનાવ અંગેની જાણ થતા ફ્લેટ માલિક અભય દોલતરાજ ચોપડા પોતાના ફ્લેટ ખાતે દોડી આવ્યા હતાં અને પોતાના મકાનમાં ચોરી થયા અંગેની જાણ હાલોલ ટાઉન પોલીસ ને કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
જ્યારે તસ્કરોએ સોસાયટીના અન્ય એક બંધ મકાનને પણ નિશાન બનાવી તેમાં ઘૂસી તેમાંથી પણ માલમત્તા ઉઠાવી ફરાર થઈ ગયા હતા. જોકે તે ફલેટના માલિક પ્રવીણભાઈ તલસારામ સોલંકી બહાર ગામ હોય તેઓના ફલેટમાંથી કેટલાં રૂપિયાની માલમત્તા ચોરાઈ છે. તેની માહિતી મળવા પામી ન હતી. જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકે અભય દોલતરામ ચોપડાએ બંને ફ્લેટમાં ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા