Western Times News

Gujarati News

OBS નવરંગ ગુપ્ર આયોજિત બહેરા મૂંગા શાળા સોસાયટી સંચાલિત અંધશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયુ

આશ્રમ રોડ ખાતે આવેલી બહેરા મુંગા શાળા સોસાયટીમાં 1945થી અંધશાળા એટલે કે અંધજનોની શૈક્ષણીક સંસ્થા આવેલી છે. આ શાળામાંથી ભણીને નીકળેલા અનેક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માત્ર દિવ્યાંગ જગત માટે નહીં પરંતુ સમ્રગ સમાજ માટે ઉદાહરણીય નિવડ્યા છે.

તા. 21.05.22 થી 22.05.22 દરમ્યાન આ શાળાના ભૂતપૂર્વ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઓનું  એક સંમેલન યોજાયુ જેમાં આશરે આ શાળાના 300 જેટલા ભૂતપૂર્વ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી  એકત્રીત થઈ પરસ્પર જ્ઞાનની આપ-લે કરી હતી  તા. 21.05.22 ના રોજ સંગીત અને સાહિત્ય ના કાર્યક્રમ તેમજ રમતગમતનું આયોજન કરવામા આવ્યુ હતુ

અને વડીલ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઓ તેમજ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઓના વિકાસમાં ફાળો આપનાર સંવ્ય સેવકોનું સન્માન કરવામા આવેલ  આ સંમેલનમાં 80 વર્ષથી પણ વધુ આયુ ધરાવતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી થી માંડી તાજેતરમાં ધો. 12 પાસ કરી ગયેલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહયા હતા

તમામ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઓને પરસ્પર મિલનની સાથે પોતાની માતુશાળાના ખોળે આવવાનું અનેરો આંનદ માળયો હતો સમગ્ર કાર્યક્રમનો આયોજન- સંચાલન અને સંકલન સંસ્થાના ભૂતપૂર્વ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી  સંગઠન .ઓ.બી.એસ . નવરંગપૂર ગ્રૂપ દવારા કરવામા આવેલ આ કાર્યક્રમ મા અંધજન મંડળ ના .

શ્રી ડો ભૂષણ પૂનાની .શ્રી મિલનભાઇ દલાલ (બહેરા મુંગા શાળા ના સેકેટરી )મુખ્ય મહેમાન તરીકે હાજર રહયા હતા આ કાર્યક્રમ ના કન્વીનર શ્રી તારક ભાઇ લુહાર દવારા કાર્યક્રમ નુ સંચાલન કરવામા આવ્યુ હતુ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.