Cannes Film Festivalના રેડ કાર્પેટ પર પહોંચી ગુત્થી
મુંબઈ, કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવર લોકોને હસાવવાની કોઈ પણ તક છોડતો નથી. સોશિયલ મીડિયા પર પણ તે જાતજાતના વીડિયો અને તસવીરો શેર કરતો રહે છે. તાજેતરમાં તેણે Cannes Film Festivalના રેડ કાર્પેટની એક તસવીર શેર કરી છે, જેમાં જાેઈ શકાય છે કે તેણે ભજવેલું ગુત્થીનું પાત્ર ફિલ્મ ફેસ્ટિવલ પહોંચ્યું છે.
જાે કે આ એક મોર્ફ કરેલી એટલે કે એડિટ કરેલી તસવીર છે, પરંતુ તેને જાેઈને લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તસવીરમાં જાેઈ શકાય છે કે ગુત્થી એક વ્હાઈટ ગાઉન અને બે ચોટલીમાં રેડ કાર્પેટ પર ઉભી છે. સુનીલ ગ્રોવરે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લખ્યું કે- French Riviera. વ્હાઈટ અને પર્પલ સ્ટાઈલિશ ગાઉનમાં બે ચોટલી વાળી ગુત્થીને રેડ કાર્પેટ પર જાેઈને તમામ લોકો ચોંકી ગયા.
તસવીરને એવી રીતે એડિટ કરવામાં આવી છે કે પહેલી નજરે તમે કહી ના શકો કે આ અસલી નથી. અહીં રસપ્રદ બાબત એ છે કે સુનીલ ગ્રોવરની આ પોસ્ટ પર સેલેબ્સ પણ ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હીના ખાન, મૌની રોય, રસિકા દુગ્ગલ, શક્તિ મોહન, મહેશ શેટ્ટી, અદિતિ સિંહ શર્મા, રોનિત રોય, પ્રિયા કુમાર વગેરે સેલેબ્સે કમેન્ટ સેક્શનમાં જાણે હાસ્યનો વરસાદ વરસાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે હીના ખાન પોતે આ સિઝનમાં કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ હતી. તેણે પણ ફની ઈમોજી સાથે કમેન્ટ કરી છે. નોંધનીય છે કે સુનીલ ગ્રોવરનો આ ગુત્થી વાળો રોલ કોમેડી નાઈટ્સ વિથ કપિલ શૉ પર ફેમસ થયો હતો. ત્યારપછી તો સુનીલ ગ્રોવરે ડોક્ટર ગુલાટી, રિન્કુ ભાભી જેવા અનેક હિટ કેરેક્ટર આપ્યા હતા.
સુનીલ ગ્રોવરે કપિલ સાથે મળીને દર્શકોને ખૂબ હસાવ્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કપિલ શર્મા સાથે વિવાદ થયા પછી સુનીલ ગ્રોવર તેના શૉથી અલગ થઈ ગયો હતો. અત્યારે તે ફિલ્મો અને વેબ સીરિઝ પર જ ફોકસ કરે છે. ઓટીટી પર તેની વેબ સીરિઝ સનફ્લાવરની પ્રથમ સિઝન રીલિઝ થઈ હતી. હવે ફેન્સ બીજી સિઝનની રાહ જાેઈ રહ્યા છે. આ વેબ સીરિઝમાં તે મુખ્ય પાત્રમાં જાેવા મળ્યો હતો.SS1MS