દિપિકા અને રણબીર કપુર ફરી એકસાથે જોવા મળશે
મુંબઇ, રણબીર કપુર અને દિપિકાની જાડી ફરી એકવાર એક સાથે કામ કરવા જઇ રહી છે. વિતેલા વર્ષોમાં બંને કેટલીક હિટ ફિલ્મો આપી ચુક્યા છે. બંનેની જાડી સિલ્વર સ્ક્રીન પર વિતેલા વર્ષોમાં યે જવાની હે દિવાની તેમજ તમાશા ફિલ્મમાં દેખાઇ હતી. અન્ય ફિલ્મોમાં પણ આ બંને કામ કરી ચુક્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે દિપિકા અને રણબીર કપુર વર્ષો સુધી એકબીજાના પ્રેમમાં પણ રહ્યા હતા. તેમના પ્રેમસંબંધોની ચર્ચા તમામ જગ્યાએ રહી હતી.
જો કે ત્યારબાદ બંને કેટલાક કારણોસર અલગ થયા હતા. જા કે તેમની વચ્ચે હજુ પણ ખુબ સારા સંબંધ રહેલા છે. તેમની વચ્ચે મિત્રતા હાલમાં પણ ખુબ શાનદાર રહેલી છે. બંને સાથે સાથે કેટલીક એડમાં પણ કામ કરી ચુક્યા છે. રણબીર કપુર સાથે પ્રેમ સંબંધોનો અંત આવ્યા બાદ દિપિકાએ ટુંકા ગાળામાં રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. હવે દિપિકા ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહી છે.
જો કે તેની પાસે હજુ મોટી ફિલ્મ આવી રહી છે. હવે આ લોકપ્રિય જાડી ફરી સાથે નજરે પડનાર છે. નિર્દેશક લવ રંજન ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં રણબીર અને દિપિકા કામ કરનાર છે. ફેબ્રુઆરી મહિનામાં ફિલ્મનુ શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. દિપિકા અને રણબીર કપુર જે ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે તે એક કોમેડી ફિલ્મ રહેલી છે. બંને કલાકારો ફેબ્રુઆરીમાં શુટિંગ કરવા માટે રાજી થઇ ગયા છે. બંને કલાકારો કામ કરવા માટે પણ સહમત થઇ ગયા છે. રણબીરની સંજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.