અંકલેશ્વરના જીતાલી ગામે તળાવમાં ન્હાવા ગયેલા બે કિશોર ડૂબ્યા

(પ્રતિનિધી) ભરૂચ, ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલી ગ્રીન સિટી સોસાયટીમાં રહેતા બે કિશોરો તળાવમાં ન્હાવા પડ્યા હતા.જેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા.
જાેકે બપોરના સમયે આસપાસ કોઈ નહિ હોવાથી બન્નેને સમયસર મદદ મળી ન હતી.સ્થાનિક સાત તરવૈયાઓએ બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલી ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલ તળાવમાં બે કિશોર ડૂબી જતાં લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.તળાવમાં નાહવા પડેલા બંને કિશોરો ઊંડા પાણીમાં ગરક થતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું.ઘટના અંગે તાલુકા પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે.
જીતાલી ગામ પાસે આવેલી ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલા તળાવમાં ન્હાવા પડેલા બે કિશોર ડૂબી જતા તેઓના કરુણ મોત નીપજ્યાં છે.સિલ્વર સિટીમાં રહેતો ૧૫ વર્ષીય આકાશ રામ નિવાસ યાદવ અને ૧૪ વર્ષીય અભિષેક પીન્ટુભાઈ ચૌહાણ ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલ તળાવમાં નાહવા પડ્યા હતા.
દરમ્યાન તળાવના ઊંડા પાણીમાં બંને કિશોરો ગરક થઈ જતા તેઓ ડૂબી ગયા હતા.બનાવ અંગેની જાણ અરુણકુમાર ચૌહાણએ તાલુકા પોલીસ મથકે કરતા પોલીસે તરવૈયાઓની મદદ વડે તળાવમાં શોધખોળ કરતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા.
સાત સ્થાનિક તરવૈયાઓએ તળાવ માંથી બન્ને કિશોરના મૃતદેહ બહાર કાઢતા ટોળા વચ્ચે પરિવારજનોના રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથધરી છે.