ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની મધ્ય ગુજરાતની કારોબારી વડોદરા ખાતે મળી
વડોદરા, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સંગઠનને વધુ મજબુત બનાવવા તેમજ ચુંટણીની રણનિતી નકકી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની મધ્ય ગુજરાતની કારોબારી મિટીંગ વડોદરા ખાતે યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.
મધ્ય ગુજરાતની આ કારોબારી મીટીંગમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના અધ્યક્ષસ્થાને મળી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત સોલંકી, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, સોનલ પટેલ, ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી બી સંદિપજી, સહિતના પ્રભારી પ્રદેશના ઉપપ્રમુખઓ, મહામંત્રીઓ, પ્રદેશ અને એઆઈસીસી ડેલીગેટઓ ધારાસભ્યો સાંસદ, જીલ્લા પ્રમુખો, પંચાયત અને કોર્પોરેશનના વિપક્ષના નેતાઓ સહિત ચૂંટણી લડેલા સંખ્યાબંધ આમંત્રિતો આ કારોબારીમાં ભાગ લીધો હતો. જેમાં ૧૦ જિલ્લાઓ વડોદરા શહેર, વડોદરા જીલ્લો, અમદાવાદ જીલ્લો, આણંદ, ખેડા, નડિયાદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર જીલ્લાના આગેવાનો કારોબારીમાં હાજરી આપી હતી.