ચકલાસી ખાતે ટેમ્પો-ડમ્પર વચ્ચે અકસ્માત: એકનું મોત

પ્રતિકાત્મક
નડિયાદ, નડિયાદના ચકલાસીમાં ટેમ્પો અને ડમ્પર વચ્ચે સવારે અકસ્માત થયો છે જેમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે. જયારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ ચકલાસી પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. નડિયાદના ચકલાસી ગામ પાસે પેટ્રોલપંપ નજીક શનિવાર સવારે ટેમ્પો અને ડમ્પર વચ્ચે જાેરદાર ટકકર થઈ હતી.
આ ટકકર એટલી જાેરદાર હતી કે ઉપરોકત બંને વાહનોના કુરચે કુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે. જયારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. આ બે પૈકી એક વ્યક્તિ ડમ્પરના કેબિનમાં ફસાઈ ગયો હતો જેથી નડિયાદ ફાયર બ્રિગેડની મદદ મેળવી ફસાયેલા વ્ય્કિ્તને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો છે બંને વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ ચકલાસી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં મરણ જનાર વ્યક્તિનું નામ ખોડાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૧ રહે. ખાત્રજ) હોવાનું જણાવ્યું છે.