અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના શણગાલ ગામમાં ત્રાટકેલા વાવાઝોડાએ તબાહી સર્જી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના શણગાલ ગામમાં ત્રાટકેલા વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ભારે તબાહી સર્જી હતી ૧૩૦ થી ૧૫૦ મકાનોના છત ઉડી જતા ગરીબ પરિવારો બેહાલ બન્યા હતા. ગરીબ પરિવારના છાપરા પણ ઉડી ગયા હતા ત્રાટકેલા વાવાઝોડા માં ચારથી પાંચ પશુઓના પણ મોત નિપજયા હતા અને ઠેર ઠેર અસંખ્ય વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજળી ડૂલ થતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
ગામમાં વીજળીના મોટાભાગના થાભલા જમીનદોસ્ત થઇ ગયા વૃક્ષો ધારા સહી થતા ગામમાં આવવા જવાના રસ્તા પણ બંધ થઈ ગયા હતા વીજળી ન હોવાથી પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે પાણી પુરવઠા નો એક પણ અધિકારી ડોક્યું કરવા ન આવતો ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો ત્રાટકેલા વાવાઝોડા પગલે વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને કામગીરી હાથ ધરી હતી.
સ્થળ ઉપર કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય કિરીટ ગીરી ગોસ્વામી તથા અશોકભાઈ તથા ગામના સરપંચ રત્ના કાકા હાજર રહી પાણીના ટેન્કર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી આ સાથે આર એન્ડ બી વિભાગ મામલતદાર કચેરી સર્વેયર ટીમ તલાટી તથા ટી ડિયો ઓ દ્વારા નિરિક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વાવાઝોડા વખતે યુ જી વી સી એલની ટીમ સ્થળ ઉપર હાજર ન હતી બાયડના ધારાસભ્ય તથા સત્તાધારી પક્ષના કોઈ નેતાએ શણ ગાલ ગામની મુલાકાત લીધી નથી હાલ તો ત્રાટકેલા વાવાઝોડા માં ગામના લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.