ગુજરાતી ફિલ્મ Fakt Mahilao Mate માં જાેવા મળશે બચ્ચન

યશે વર્ણવ્યો તેમની સાથે શૂટિંગ કરવાનો અનુભવ
અભિનેતા અમિતાભ બચ્ચન સરની પર્સનાલિટી ચાર્મિંગ છે, હું તેમને જાેઈને બધું ભૂલી ગયો હતો: યશ સોની
મુંબઈ,ધીમે-ધીમે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો છે. ઈન્ડસ્ટ્રીમાં અત્યારે એવી ફિલ્મો બનવા લાગી છે જેને રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી રહી છે, બોલિવુડના એક્ટર પણ સારી સ્ક્રિપ્ટ મળે તો ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે.
લેટેસ્ટ ખબર પ્રમાણે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન યશ સોની અને દીક્ષા જાેશી સ્ટારર અપકમિંગ ફિલ્મ ‘ફકત મહિલાઓ માટેમાં કેમિયો કરતાં જાેવા મળવાના છે. ફેમિલી ડ્રામા તેવી આ ફિલ્મમાં બીગ બી રિજનલ એક્ટર્સ, જેઓ લીડ રોલમાં છે તેમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતાં દેખાશે. મેકર્સના જણાવ્યા પ્રમાણે એક્ટર ફિલ્મમાં મહત્વના રોલમાં છે.
ફિલ્મમાં લેજન્ડ સાથે શૂટિંગ કરવાના અનુભવ વિશે વાત કરતાં યશ સોનીએ જણાવ્યું હતું કે, ‘આપણે સૌ ઓનસ્ક્રીન તેમની પર્સનાલિટી અને ઓફસ્ક્રીન તેઓ પોતાને જે રીતે સંભાળે છે તે જાેઈને મોટા થયા છીએ. તેમની સાથે સીન શૂટ કરવા તે અદ્દભુત લાગણી હતી. તેમની પર્સનાલિટી એટલી ચાર્મિંગ છે કે તમે તેમનાથી પ્રભાવિત થઈ જાય છો.
મારા શોટ વખતે મેં જ્યારે તેમની આંખમાં જાેયું ત્યારે બધું જ ભૂલી ગયો હતો. તે મારા માટે એક અદ્દભુત ક્ષણ હતી. એક્ટરે કહ્યું હતું કે, તેમના જેવા લેજન્ડનું સેટ પર હોવું તે લોકોનો નર્વસ કરી દે છે, તો બીજી તરફ બિગ બીએ શૂટિંગ દરમિયાન ખૂબ મજા કરી હતી. ‘શૂટ પર તે ફન ડે હતો. સર ખૂબ જ સારા મૂડમાં હતા અને શોટ્સની વચ્ચે અમને જાેક્સ કહેતા રહેતા હતા. અમે ઘણી મસ્તી કરી હતી. આ મારા જીવનનો યાદગાર દિવસ રહેશે’, તેમ યશ સોનીએ ઉમેર્યું હતું. આટલા મોટા સ્ટારને ફિલ્મમાં કાસ્ટ કરવા તે સરળ વાત નહીં હોય.
વિશાલ શાહ, જેઓ ફિલ્મ સાથે નજીક સંકળાયેલા છે તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે અમે કેમિયો માટે અમિતાભ સરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તરત જ હા પાડી દીધી હતી. તેમને ફિલ્મનો કોન્સેપ્ટ ગમ્યો હતો અને તેમની હાજરી અમારા માટે ઘણું મહત્વ ધરાવે છે. આ ઈન્ડસ્ટ્રી માટે પણ મહત્વનું રહેશે અને તે ઢોલીવુડ પ્રત્યેનું ધ્યાન ખેંચશે.
યશ સોનીએ થોડા દિવસ પહેલા જ અમિતાભ બચ્ચન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને લખ્યું હતું ‘શું કોઈ પ્લીઝ મને ચૂંટી ખણી શકે છે? અમિતાભ બચ્ચન સર સાથે અપકમિંગ ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં સ્ક્રીન શેર કરી રહ્યો છું, ૧૯ ઓગસ્ટ ૨૦૨૨એ રિલીઝ થઈ રહી છે.sss