સિદ્ધાર્થ-કિયારાએ દૂર ન રહેવાતાં કરી લીધું પેચઅપ

સિદ્ધાર્થ અને કિયારાને સમજાઈ ભૂલ
ભૂલ ભૂલૈયા ૨ના સ્ક્રીનિંગમાં આમંત્રણ આપવા કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાને ફોન કર્યો હતો
મુંબઈ, આશરે એક મહિના પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનું બ્રેકઅપ થયું હોવાના સમાચાર વહેતા થયા હતા. જે ફેન્સ બંને જલ્દીથી પરણી જાય તેમ ઈચ્છતા હતા તેમના દિલ તૂટી ગયા હતા. જાે કે, થોડા દિવસ પહેલા કિયારા અડવાણીની કાર્તિક આર્યન સાથેની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’નું જ્યારે સ્ક્રીનિંગ યોજાયું હતું ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ત્યાં આવ્યો હતો. આ દરમિયાન તે કિયારા સાથે વાત કરતો અને તેને પ્રોટેક્ટ કરતો જાેવા મળ્યો હતો. ત્યારે બંને વચ્ચે પેચઅપ થયું હોવાની ચર્ચા શરૂ થઈ હતી.
હવે, અમારા સહયોગી ઈટાઈમ્સની એક્સક્લુઝિવ માગિતી પ્રમાણે, સિદ્ધાર્થ અને કિયારા વચ્ચેના મતભેદો ખતમ થઈ ગયા છે અને ફરીથી તેઓ કપલ તરીકે સાથે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘આ બધું ત્યારે થયું જ્યારે કિયારાએ સિદ્ધાર્થને ‘ભૂલ ભૂલૈયા ૨’ના સ્ક્રીનિંગમાં આમંત્રણ આપવા માટે ફોન કર્યો હતો’.
ફિલ્મના સ્ક્રીનિંગ વખતે લોબીમાં સિદ્ઘાર્થ કિયારાને ભેટતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો, પરંતુ તેમના કોમન ફ્રેન્ડ્સને હજી પણ તેવું લાગતું હતું કે તેઓ માત્ર કેમેરા સામે સારી રીતે વર્તી રહ્યા હતા, આ સિવાય જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે એકબીજા વિશે ઘસાતું બોલ્યા નહોતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફોન પર વાત કરતી વખતે બંને ઈમોશનલ થયા હતા અને પેચઅપ કરવાનું નક્કી કર્યું હતું. ‘તેઓ એકબીજા વગર રહી શકતા નથી, બ્રેકઅપ એ તેમની ભૂલ હોવાનું સમજાયું હતું.
તેઓ એકબીજાને કહેવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા કે, તેઓ ફરીથી એકબીજા સાથે રહેવા માગે છે અને ધ રેસ્ટ ઈઝ ઈસ્ટ્રી કિયારા અને સિદ્ધાર્થ છેલ્લા ૩૦ દિવસમાં જ્યારે પણ કેમેરા સામે આવ્યા ત્યારે ભારે હૈયે પોઝ આપ્યા હતા. બંનેના પેચઅપના આ સમાચાર સાંભળી તેમના ફેન્સને જરૂરથી ખુશી થશે. જણાવી દઈએ કે, કપલ બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યું છે અને તેમની મુલાકાત એક પાર્ટી દરમિયાન કરણ જાેહરે કરાવી હતી.
તેઓ ઘણીવાર એકબીજા સાથે હેન્ગઆઉટ કરતાં અને વેકેશન પર જતાં દેેખાયા છે. પરંતુ આજસુધી ક્યારેય પણ તેઓ રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી નથી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કિયારા અડવાણી ખૂબ જલ્દી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ જાેવા મળવાની છે, જેમાં તેની સાથે વરુણ ધવન, નીતૂ કપૂર અને અનિલ કપૂર છે. ફિલ્મ ૨૪ જૂન, ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.sss