બાવળા ખાતે જનજાગૃતિ રેલી અને વર્કશોપ યોજાયો
“તમાકુ મુકત સમાજ રચના” અંગેના શપથ લેવાયા
વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૮૦ લાખ અને પરોક્ષ ધુમ્રપાનથી ૧૦ લાખ લોકો મૃત્યુ પામે છે
૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસતરીકે ઉજવય છે. આ દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદ જિલ્લામા તમાકુ નિષેધ અંગેના જનજાગૃતિના કાર્યક્રમો યોજવામા આવી રહયા છે તે અતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ બાવળાખાતે આરોગ્ય કર્મચારીઓ તથા અન્ય સ્ટોક હોલ્ડર્સ માટે ઓરીએન્ટેશન તાલીમ વર્કશોપ,વ્યસનમુક્તિ રેલીનો યોજવામાં આવી હતી.આ રેલી ને લીલી ઝંડી આપતા અમદાવાદ જિલ્લા પચાયતના પ્રમુખશ્રી જીતેન્દ્રસિહ ચૌહાણે જણાવ્યુ હતુ કે તમાકુની આદત છોડો…પરીવાર ને ખુશીઓથી જોડો..આ રેલી બાવળા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇ જણાવ્યુ હતુ કે, વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૮૦ લાખ લોકાના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધુમ્રપાનથી વિશ્વમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે.વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિ તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે.નિકોટીન કદાચ ક્ષણિક આનંદ આપતું હશે, પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે સ્વાસ્થ્યની ઘણી બધી ગંભીર અસર ઘેરી વળે છે.
તમાકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી દુર્ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. તમાકુ મુકત સમાજ રચના અગેના શપથ ડી.આઇ.ઇ.સી.ઓ વિજય પડિતે લેવડાવ્યા હતા. સપ્તધારાની ટીમ દ્રારા પપેટ શો કરી જાણકારી અપાઇ હતી.ચે તના સંસ્થાના સહયોગથી અમદાવાદ જિલ્લાના તમામ સામૂહિકઆરોગ્યકેન્દ્ર ખાતે ભીતચિત્રો દોરીને પ્રદર્શિત કરીને જનજાગૃતિ કરવામા આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા આર.સી.એચ.ઓ ડો. ગૌત્તમ નાયક, તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્પેશ ગાગાણી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, ડો. રાકેશ મહેતાઆયુષ મેડિકલ ઓફિસર ડો.કલ્પેન્દ્ સિહ રાજપુત, સીએચઓ, સુપરવાઇઝરો સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.