બાયડ એસટી ડેપો ખાતે ” વ્યસન મુક્તિ ” અભિયાન ચલાવવામાં આવ્યું
તા.૨૩/૦૫/૨૦૨૨ ના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ એસટી ડેપો ખાતે ” શ્રી પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ” અંતર્ગત ” વ્યસન મુક્તિ ” અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ડેપોમાં પ્રમુખ સ્વામી મહારાજના અનુયાયીઓ તથા ડેપો મેનેજર રાજેશભાઇ પટેલ દ્વારા ડેપોમાં હાજર તમામ મુસાફરો, વિદ્યાર્થીઓ અને એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વ્યસનથી આરોગ્યને થતાં નુકશાન વિશે ઉંડાણ પૂર્વક સમજણ આપવામાં આવી હતી.
તેમજ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી નિમિત્તે વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ અન્ય લોકોને પણ વ્યસન મુક્ત બનવા અપીલ કરવામાં આવી હતી.
દિલીપ પુરોહિત. બાયડ