દિલ્હી : આર્મીના ડ્રેસમાં આતંકવાદી ઘુસ્યા
નવી દિલ્હી : દિલ્હી અને એનસીઆરમાં મોટા આત્મઘાતી હુમલાની ખતરનાક યોજના સાથે ત્રાસવાદીઓની ટોળકી ઘુસી ગઇ હોવાના હેવાલ મળ્યા છે. આ ત્રાસવાદીઓ સેનાના વ†ો પહેરીના ઘુસી ગયા હોવાના હેવાલ મળ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુપ્તચર સંસ્થાઓ દ્વારા ત્રાસવાદીઓની ગતિવિધી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. ત્રાસવાદીઓની ગતિવિધી પર નજર રાખવામાં આવ્યા બાદ તેમની વાતચીતને પકડી લેવામાં આવી છે. જેના દ્વારા તેમના ખતરનાક ઇરાદા અંગે માહિતી મળી છે.
દિલ્હી અને અન્ય રાજ્યોમાં પણ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. નવેસરના ઇનપુટ એવી કારને લઇને છે જે કારને લઇને આ ત્રાસવાદીઓ ઉત્તરપ્રદેશ થઇને દિલ્હી પહોંચી ચુક્યા છે.
સફેદ કારમાં પાંચ ત્રાસવાદીઓ આર્મી યુનિફોર્મમાં નજરે પડ્યા હોવાના હેવાલ મળ્યા છે. આ ત્રાસવાદીઓની યોજના ડિફેન્સ બેઝની સાથે સાથે વીઆઇપી મુવમેન્ટ પર હોવાની જાણવા મળ્યુ છે. આ અહેવાલ આવ્યા બાદ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે.
દિલ્હી અને ઉત્તરપ્રદેશ પોલીસ વચ્ચે નાની નાની બાબતોની માહિતીની આપલે કરવામાં આવી રહી છે.કારમા આવેલા આર્મી યુનિફોર્મમાં રહેલા ત્રાસવાદીઓની માહિતી મળી છે.