મહાઠગ લિંબાચિયા પોલીસને ચકમો આપી બિન્દાસ ફરાર
વડોદરા, માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી મહાઠગ હર્ષિલ લિંબાચિયા યુપી પોલીસને જાેતાં કોર્ટે આપેલ જમીનની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેનો શોધવાનો પ્રયાસ કરતા કોઈ સગડ મળ્યા ન હતા. અને યુપી પોલીસને આ મહાઠગને કબ્જાે મળ્યો ન હતો અને તેઓએ પરત ફરવું પડ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગુનામાં પોલીસે મહાઠગ હર્ષિલ લિંબાચિયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેની જામીન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કોર્ટમાંથી હર્ષિલને જામીન મળ્યા હતા. અને જામીન પ્રક્રિયા હાથ પૂર્ણ કરવા હર્ષિલને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. યુપીના મેરઠ પોલીસ સ્ટેશનમાં મહાઠગ હર્ષિલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
તેથી યુપી પોલીસ હર્ષિલ લિંબાચિયાની ધરપકડ કરવા માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી. ત્યારે જામીન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે હર્ષિલ પોલીસ માંજલપુર પોલીસે કારણ પૂછ્યું તો હર્ષિલ લિંબાચિયાને પકડવા આવ્યા છે. તેમ કહેતા હર્ષિલને આ વાતની જાણ થતાં તે જામીન પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ નાસી છૂટ્યો હતો.
બંને રાજ્યની પોલીસની હાજરીમાં જ મહાઠગ નાસી જતાં ભારે શોધખોળ આરંભી હતી. પરંતુ તે હાથ લાગ્યો નહોતો. યુપી પોલીસ મહાઠ હર્ષિલ લિંબાચિયાની ધરપકડ કર્યા વિના પાછી ફરી હતી.