હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં બિલ્ડરે જમીન વેચતા ૧૦ સામે ગુનો નોંધાયો
વડોદરા, વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી જમીન પર હાઈકોર્ટનો મનાઈ હુક્મ હોવા છતાં જમીનના નકલી દસ્તાવેજાે તૈયાર કરીને બિલ્ડર ભરત પટેલે રૂપિયા ૭.૬ કરોડમાં વેચાણ કરતા જમીન માલિકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સહિત દસ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ પાણીગેટ રણછોડજી મંદિર પાછળ અંકુર સોસાયટીમાં રહેતા જમીન માલિક હિતેશ રસિકલાલ શાહની દંતેશ્વર ખાતે વડીલોાર્જિત જમીન આવેલી છે. આ જમીન વેચાણ બાબતે વિવાદ થયો હતો અને કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં દાવો દાખલ કર્યા બાદ સામે પક્ષે બિલ્ડર ભરતભાઈ પટેલ અદાલતના આદેશનું પાલન કરતાં ના હોઈ જેથી મૂળ જમીન માલિક હિતેશભાઈ શાહે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં.
જેમાં હાઈકોર્ટે દંતેશ્વરની જમીન પર કોઈ પ્રકારનું વેચાણ કે અન્ય દસ્તાવેજ કરવા સામે મનાઈ હુક્મ ફરમાવ્યો હતો. હાઈકોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે. તેમ છતાં બિલ્ડર ભરત બાબુ પટેલ (રહે.વ્રજવિહાર સોસાયટી, દરબાર ચોકડી, માંજલપુર)ના દ્વારા જમીનના નકલી દસ્તાવેજાે ઉભા કરીને અન્ય નવ શખ્સો સાથે મળીને આ જમીનના વેચાણ કરાર કરવામાં આવ્યાં હોવાની વિગતો મૂળ જમીન માલિક હિતેશભાઈ શાહ ચોંકી ઉઠ્યા હતા.
જેથી હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે શ્રી વિનાયક બિલ્ડકોન નામની ભાગીદારી પેઢીના ભરત બાબુલાલ શાહ સહિતના શખ્સોની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન તેજ કર્યા હોવાનું જાણવા મળે છે.