Western Times News

Gujarati News

લીંબડીના યુવાનને લુટેરી દુલ્હન ભેટી ગઈ: અઢી લાખ લઈ ફરાર

વઢવાણ, લગ્નઈચ્છુક યુવકને લગ્નની લાલચ આપીને પૈસા લઈને લગ્ન કર્યા બાદ માનતા પુરી કરવાના બહાને દુલ્હન પલાયન થઈ ગયાનો કિસ્સો લીંબડી પંથકમાં બન્યો હતો. લીંબડી તાલુકાના એક અપરિણીત યુવકના લગ્ન કરવાના હતા.

માર્ચ મહિનામાં આ યુવાન પાસેથી રૂ. અઢી લાખ લઈને એક યુવતી સાથે લગ્ન કરાવાયા હતા. ર૧ દિવસ બાદ દુલ્હન માનતા પુરી કરવાના બહાને પરત પિયરે જતી રહી હતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બાદમાં દુલ્હનના સંબંધીનો સંપર્ક થતાં દુલ્હન કે રૂપિયા કંઈ પરત નહી મળે, થાય તે કરી લો તેવો જવાબ મળ્યો હતો. આ રીતે લીંબડી પંથકના યુવાનને લુંટેરી દુલ્હન ભેટી ગઈ હતી. દુલ્હનની ખુલ્લ્‌આમ સોદાબાજી થતી હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે.

રાધનપુરનો કિસ્સો ઃ આ જ રીતે મહારાષ્ટ્રના દલાલે રાધનપુરના યુવક પાસેથી રૂ.૧.૮૦ લાખ લઈને એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ યુવાન પત્નીને લઈને રાધનપુર આવ્યો હતો. સુહાગરાતે પત્નીએ પતિને ચામાં ઘેની દવા પીવડાવી દીધી હતી.

બાદમાં ઘરમાં રહેલા રૂા.રપ હજાર, યુવાનનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગઈ હતી. ભોગ બનનાર દિલીપભાઈ નામના યુવાને રાધનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.