Western Times News

Gujarati News

ગોધરા સિવિલ હોસ્પિટલની આરોગ્ય સચિવે મુલાકાત લીધી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા ખાતે મેડિકલ કોલેજની ફાળવણી થતા તેને શરૂ કરવા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે . જેને લઈને આજે આરોગ્ય સચિવે ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી . જેમાં સિવિલ હોસ્પિટલના પડતર પ્રશ્નો સહિત દર્દીઓને પડતી તકલીફ વિશે ચર્ચા કરી સત્તાધીશોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં .

આરોગ્ય સચિવ ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાતે આજે આવવાના હોવાથી વહેલી સવારથી ઓપીડી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દવાનો છંટકાવ કરી તેમજ સાફ સફાઈ કરી દેવામાં આવી હતી .

સમીક્ષા બેઠક દરમિયાન આરોગ્ય સચિવે સિવિલના અનેક પ્રશ્નો બાબતે ચર્ચા કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતાં . દર્દીઓને વધુ હાલાકી ન પડે તે માટે કામગીરી કરવા સૂચન કરવામાં આવ્યું હતું . તદઉપરાંત સિટીસ્કેન મશીન અને લિફ્રૂટ બંધ હોવાની પણ નોંધ તેઓએ લીધી હતી .

ત્યારબાદ તેઓએ મેડિકલ કોલેજની જમીન માટે સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું . ગોધરામાં સરકાર દ્વારા મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે , તેના ભાગરૂપે આજે મુલાકાત લીધી હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું .

આ કોલેજ ૧૦૦ સ્ટુડન્ટથી ચાલુ કરવામાં આવશે. આરોગ્ય સચિવ મેડીકલ કોલેજની મંજુરી માટેની તમામ તૈયારીઓ સિવિલમાં કરી દેવાઇ છે . સિવિલમાં ૩૬૦ બેડની સુવિધા તેમજ છબનપુર ખાતે કામ ચલાઉ કોલેજની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે .

સિવિલ હોસ્પીટલના સર્વેમાં સિવિલ સત્તાધીશોને સીટી સ્કેન મશીન સહીત સ્ટાફની ભરતીની તાત્કાલીક મંજુરી મળી જશે તેમ આરોગ્ય સચિવે જણાવ્યું હતું . મેડીકલ કોલેજમાં ૧૦૦ બેઠકથી પ્રથમ સત્રની શરુઆત છબનપુરથી થશે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.